
<p>દિવાળીની રાત્રે રાજ્યમાં વિવિધ જગ્યાએ આગના બનાવ બન્યા હતા. રાજકોટ, પાટણ, વડોદરા અને મહેસાણા સહિત અનેક શહેરોમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવાના કારણે આગના બનાવો બન્યા હતા. દિવાળી પર ઈમરજન્સી સેવા 108ને 5389 કોલ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ ઈમરજન્સી કોલમાં વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં 108ને આવે છે 5199 કોલ આવે છે જ્યારે દિવાળી પર માર્ગ અકસ્માતના કેસમાં વધારો થયો હતો. દિવાળી પર રાજ્યમાં માર્ગ અકસ્માતના 916 બનાવ બન્યા હતા. દિવાળી પર દાઝી જવાના 56 કેસ નોંધાયા હતા. દાઝી જવાના સૌથી વધુ 17 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં દિવાળી પર 35 સ્થળે આગ લાગી હતી. ઝુંડાલ, રાયખડ, સેટેલાઈટમાં આગના બનાવો બન્યા હતા. </p> <p>રાજકોટના ગોંડલ રોડ પર આગ લાગી હતી. સ્વીગી કંપનીના વેર હાઉસમાં આગ લાગી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. તે સિવાય શહેરના જૂના એરપોર્ટમાં ઘાસમાં આગ લાગી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. નવું એરપોર્ટ શરૂ થતા રાજકોટનું જૂનું એરપોર્ટ બંધ છે. </p>
Comments
Post a Comment