Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 239 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ રાજુલામાં 8.50 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રાજુલામાં 8.50 ઈંચ વરસાદ વરસ્યો હતો.

જાણો ક્યાં થયો કેટલો વરસ્યો વરસાદ?

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 7.24 ઈંચ વરસાદ, સૂત્રાપાડામાં 6.85 ઈંચ વરસાદ,ઉનામાં 5.55 ઈંચ વરસાદ, ગળતેશ્વરમાં 5.55 ઈંચ વરસાદ, લીલીયામાં 5.39 ઈંચ વરસાદ, ગીર ગઢડામાં 5.16 ઈંચ વરસાદ,વેરાવળ 4.92 ઈંચ વરસાદ,સાવરકુંડલામાં 4.88 ઈંચ વરસાદ, કોડીનારમાં 4.84 ઈંચ વરસાદ, ખાંભા અને વડોદરામાં 4.80 ઈંચ વરસાદ, બારડોલી, વલ્લભીપુરમાં 4.17 ઈંચ વરસાદ, મેઘરજ, ઉમરપાડા, વાગરામાં 3.74 ઈંચ વરસાદ, બાલાસિનોરમાં 3.54 ઈંચ વરસાદ, નડિયાદમાં 3.46 ઈંચ વરસાદ, જેસરમાં 3.19 ઈંચ વરસાદ, કડાણા અને ખાનપુરમાં 2.99 ઈંચ વરસાદ, તાલાલા, નાંદોદ, મહિસાગરના વીરપુરમાં 2.95 ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આજથી વરસાદના જોરમાં આંશિક ઘટાડો

સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૂત્રાપાડામાં સૌથી વધુ 1.06 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય મોરવા હડફમાં 0.79 ઈંચ વરસાદ, તાલાલામાં 0.71 ઈંચ વરસાદ, જૂનાગઢના માંગરોળમાં 0.67 ઈંચ વરસાદ, ચુડામાં 0.55 ઈંચ વરસાદ, વેરાવળમાં 0.55 ઈંચ વરસાદ, કોડીનારમાં 0.51 ઈંચ વરસાદ, માળિયા હાટિનામાં 0.50 ઈંચ વરસાદ, સિહોર, ભેંસાણમાં 0.50 ઈંચ વરસાદ, કેશોદ અને મેંદરડામાં 0.40 ઈંચ વરસાદ વરસ્યો હતો.

13 જિલ્લામાં વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા ચાર દિવસથી જગતનો તાત માવઠાનો માર સહન કરી રહ્યો છે. આજે હવામાન વિભાગની દિવસ દરમિયાનની આગાહીની વાત કરીએ તો એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી. એટલે કે અતિભારે વરસાદનું ક્યાંય અનુમાન વ્યકત કરાયું નથી. માત્ર આજના દિવસે 13 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. હવામાન વિભાગે આપેલા યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. એકંદરે આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે. દરિયાકાંઠાના વિસ્તારો સિવાય આજે વરસાદની નહીંવત શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે.

Comments
Post a Comment