
<p>રાજ્યમાં હજુ કમોસમી વરસાદનો કહેર રહેશે યથાવત. એટલે કે માવઠાના મારથી હજુ સુધી ખેડૂતોને નહીં મળે રાહત. આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે હજુ સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર બે જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો 10 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. યલો એલર્ટ એટલે કે છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસશે. યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાવેશ થાય છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં પણ છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે... આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે. અરબસાગરમાં બનેલા ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ યથાવત્ રહેશે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.</p>
Comments
Post a Comment