ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં તમારું નામ આ 3 સ્ટેપથી ચેક કરો:4.34 કરોડ મતદાર નોંધાયા અને 73.73 લાખ કપાયા, SIR-2026ની ડ્રાફ્ટ યાદી અંગે જાણવા માગો છો એ બધું જ
https://ift.tt/HTwulPq ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદી(SIR)ની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં મતદારોની ગણતરીની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. અહીં ક્લિક કરી ડ્રાફ્ટ વોટર લિસ્ટની જિલ્લા અને વિધાનસભા વાઇઝ વિગત જાણો 4.34 કરોડ મતદાર નોંધાયા, 73.73 લાખ નામ કપાયા સતત દોઢ માસ ચાલેલી SIRની અસરકારક કામગીરી બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જમાં 4.34 કરોડ મતદારો નોંધાયા છે. જ્યારે 18 લાખ લોકોના મોત થવા સહિત કુલ 73.73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યાં છે. 18 જાન્યુઆરી સુધીમાં વાંધા રજૂ કરી શકાશે હવે તા.18મી જાન્યુઆરી,2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. https://ift.tt/fR9VUOm પર જઈને પણ તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસી શકાશે. આ વેબસાઇટમાં નામ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિઝર સમજાવી રહ્યા છીએ voters.eci.gov.in પર પણ તમે આ રીતે તમારું નામ ચેક કરી શકો છો 5.8 કરોડ 43 હજારમાંથી 4.34 કરોડ 70 હજાર પાસેથી ફોર્મ મળ્યા નિયત સમયર્યાદામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે.આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે.શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા, નગરપાલિકાના અધિકારીઓ,કર્મચારીઓને પણ જોડવામાં આવ્યાં હતા.ભારતના ચૂંટણી પંચ દ્વારા SIR માં સહયોગ માટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના કમિશનરોને પણ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પણ વાંચો: SIRની કામગીરી દરમિયાન 4 BLOના મોત થયા જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેની યાદી આ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરાઈ SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગણતરી દરમિયાન ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે. ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણ કરી 5.08 કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ) યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. આમ, આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સતત દોઢ માસ ચાલેલી કવાયત બાદ તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે આજરોજ મુસદ્દા મતદાર યાદી તમામ મતદાન કેન્દ્રો સહિત દરેક નિર્ધારીત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે. મુસદ્દા મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ https://ift.tt/nNvbVqU ઉપર પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેની ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. દરેક જિલ્લામાં મતદાર યાદીની બે નકલ તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને આપી દરેક જિલ્લામાં મુસદ્દા મતદાર યાદીની બે નકલો (1 ફોટાવાળી પ્રિન્ટેડ તથા 1 ફોટા વગરની સોફ્ટ કોપી) તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સુપ્રત કરવામાં આવી છે. સાથે સાથે એવા મતદારો કે જેમની પાસેથી ગણતરી ફોર્મ પ્રાપ્ત નથી થયાં તેઓની યાદી પણ સુપ્રત કરવામાં આવી છે. જેથી BLA પણ જરૂર પડ્યે આવા મતદારોની સત્યતા પ્રસ્થાપિત કરી શકે. તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનીધીઓને પણ અપીલ કરવામાં આવી છે કે આ બંને યાદીની બારીકાઇથી ચકાસણી કરે અને તા.18મી ફેબ્રુઆરી,2026 સુધીમાં જો કોઇ વાંધા-દાવા હોય તો નિયત પ્રક્રિયા અનુસરીને મતદારોને સહાયરૂપ બને.નિયત સમયમાં મળેલા વાંધા-દાવાઓ વિશે ચકાસણી કરીને સબંધીત ચૂંટણી અધિકારી દ્વારા મતદારને નોટીસ મોકલીને તેની રૂબરૂ રજૂઆત બાદ જ સ્પષ્ટ હુકમ મારફતે મતદાર યાદીમાં નામ દાખલ કરવા કે ન કરવા અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે.
Comments
Post a Comment