Skip to main content

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 10 છાત્રો G-SET માં સફળ:રીમીડીયલ ક્લાસ અને પ્રોફેસરોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મારી બાજી

https://ift.tt/khTEx29 રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ અનુસ્નાતક ભવનના 10 વિદ્યાર્થીઓએ G-SET (Gujarat State Eligibility Test) પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. 16 November 2025 ના રોજ લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ 13 January 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ઇતિહાસ વિષયમાં ભવનના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. નિયમિત શિક્ષણ સાથે વિશેષ કોચિંગની ફળશ્રુતિ ઇતિહાસ ભવનના અધ્યક્ષ ડો. કલ્પાબેન માણેકના નેતૃત્વમાં અને ડો. જીતેશ એ. સાંખટના માર્ગદર્શન હેઠળ અહીં વર્ષમાં બે વાર NET અને G-SET માટેના ખાસ રીમીડીયલ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક કાર્ય સિવાયના સમયમાં ચાલતા આ વર્ગોમાં વિદ્યાર્થીઓને વિષયની ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવે છે, જે આ સફળતાનું મુખ્ય કારણ છે. સફળતા મેળવનાર તેજસ્વી તારલાઓ આ પરીક્ષામાં હાલ સેમેસ્ટર 4 માં અભ્યાસ કરતા વાઘેલા રોહિત, વાઘેલા વિમલ, ભોય અજય અને મેસવાણિયા નેહાબેને અભ્યાસની સાથે જ આ સિદ્ધિ મેળવી છે. આ ઉપરાંત મહેતા રેમાંગી, મકવાણા આરતીબેન, જોશી કૌશિક, વઢવાણા મિતેશ, કવા રસનીબેન અને લલિત રોજસરાએ પણ સફળતાના શિખરો સર કર્યા છે. આ વિદ્યાર્થીઓ હવે ગુજરાતમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે પાત્રતા ધરાવે છે. કુલપતિશ્રી દ્વારા પ્રોત્સાહન આ ભવ્ય સફળતા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી સાહેબે તમામ સફળ વિદ્યાર્થીઓ અને ઇતિહાસ ભવનના સ્ટાફને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા એ શૈક્ષણિક ગુણવત્તા અને શિસ્તબદ્ધ વાતાવરણનું પ્રતિબિંબ છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...