Skip to main content

રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો માટે અરજીઓ મગાવાઈ:વડોદરામાં 27 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી શકાશે, શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારી અને સંસ્થાઓનું થશે સન્માન

https://ift.tt/KiWZSUI ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક ખાતા દ્વારા વર્ષ 2025ના 'રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક' એનાયત કરવામાં આવનાર છે. આ પારિતોષિક માટે વિવિધ કેટેગરીમાં યોગ્યતા ધરાવતા ઉમેદવારો અને સંસ્થાઓ પાસેથી આગામી તા. 27 ફેબ્રુઆરી 2026સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે. પારિતોષિક માટેની મુખ્ય કેટેગરીઓ નીચે મુજબ છે: ૧. શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી ૨. સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિ ૩. દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતા ૪. દિવ્યાંગોને રોજગારી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્લેસમેન્ટ ઓફિસર રસ ધરાવતા અરજદારો નિયત નમૂનાનું અરજી ફોર્મ અનુબંધમ પોર્ટલ https://ift.tt/HiWgmU7 પરથી ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત, મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ. તરસાલી કેમ્પસ, વડોદરા ખાતેથી પણ વિનામૂલ્યે મેળવી શકાશે. કર્મચારી અને સ્વરોજગાર કેટેગરીમાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ અરજી કરી શકશે. અરજદારે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, આધાર કાર્ડ, છેલ્લા ત્રણ માસનું દિવ્યાંગતા પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન અને પોસ્ટ કાર્ડ સાઈઝના ૩ ફોટા (ખોડ દર્શાવતા) સામેલ કરવાના રહેશે. નોકરીદાતા સંસ્થાએ છેલ્લા ૩ વર્ષમાં રાખેલ દિવ્યાંગ કર્મચારીઓની યાદી, કામનો પ્રકાર અને તા. 31/12/2025 ની સ્થિતિએ કુલ દિવ્યાંગ સ્ટાફની આંકડાકીય માહિતી આપવાની રહેશે. જ્યારે પ્લેસમેન્ટ ઓફિસરે છેલ્લા ૫ વર્ષની કામગીરીની વિગતો દર્શાવવાની રહેશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલા ફોર્મ જરૂરી દસ્તાવેજો સહિત ત્રણ નકલમાં તા. 27/02/2026સુધીમાં કચેરી સમય દરમિયાન મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, મોડેલ કરિયર સેન્ટર, પ્રથમ માળ, આઈ.ટી.સી. બિલ્ડિંગ, આઈ.ટી.આઈ. તરસાલી કેમ્પસ, વડોદરા ખાતે રૂબરૂમાં જમા કરાવવાના રહેશે. અધૂરી વિગતો વાળી અથવા સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. વધુ માહિતી માટે તરસાલી સ્થિત રોજગાર કચેરીનો સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર) વડોદરા દ્વારા જણાવાયું છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...