Skip to main content

Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠું પડવાની શક્યતા છે.   વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું રહેવાની હવામાન વિભાગે આગાહી  કરી છે.

કાતિલ ઠંડીનું જોર વધશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક બાદ બે દિવસ ઠંડીનું જોર વધશે.  અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  નલિયામાં સૌથી નીચું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધતું જોવા મળશે. રાજ્યમાં 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડી વધી શકે છે.  આજે 22 જાન્યુઆરી  નલિયામાં 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.  હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની આગાહી

આગામી દિવસોમાં દેશમાં એક પછી એક એમ કુલ 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાની ભીતિ સેવાઈ રહી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડી શકે છે. ખાસ કરીને 22  જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેને પગલે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદ (Unseasonal Rain) અથવા માવઠું થવાના સંકેત મળી રહ્યા છે.

તાપમાનના આંકડા અને સ્વાસ્થ્ય ચેતવણી

હાલના તાપમાનની વાત કરીએ તો આગામી દિવસોમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. ઠંડી, ગરમી અને સંભવિત વરસાદના આ મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધવાની શક્યતા છે, તેથી નાગરિકોને સ્વાસ્થ્ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

નલિયામાં કાતિલ ઠંડી

બીજી તરફ, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. કચ્છનું નલિયા આજે 10.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આ કારણે કાતિલ ઠંડીનો ચમકારો વધ્યો છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...