Skip to main content

દેવોસમાં ગુજરાતની ગુંજ:WEF 2026માં 30થી વધુ વૈશ્વિક દિગ્ગજ સાથે હાઇ-લેવલ બેઠકો, ભવિષ્યના રોકાણ માટે ગુજરાત ‘ફર્સ્ટ ચોઈસ’

https://ift.tt/ph1MAvB દેવોસ (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાત સરકારે વૈશ્વિક મંચ પર પોતાની શક્તિ અને તૈયારીનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતની ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ત્રણ દિવસ દરમિયાન વૈશ્વિક ચેરમેન, CEO, રોકાણકારો અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે 30થી વધુ બેઠક યોજી હતી. WEF 2026માં ગુજરાતની આ પ્રથમ સંરચિત અને હાઇ-લેવલ ભાગીદારી રાજ્યની ઝડપી વિકાસગતિ, વૈશ્વિક સહયોગ માટેની તૈયારી અને ‘વિકસિત ગુજરાત@2047’ના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિઝનને મજબૂત રીતે રજૂ કરે છે. સેમિકન્ડક્ટરથી AI સુધી વ્યૂહાત્મક ચર્ચા સેમિકન્ડક્ટર, એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે Micron, Tata Electronics, NVIDIA, OpenAI, IonQ સહિતની વૈશ્વિક કંપનીઓ સાથે ચર્ચાઓ થઈ. સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, AI-આધારિત નવીનતા અને ક્વાન્ટમ ટેકનોલોજી માટે ભાગીદારીના માર્ગો પર વિચારવિમર્શ થયો. ડેટા સેન્ટર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ ટેક IBM, Cognizant, Johnson Controls સહિતના દિગ્ગજ સાથે ડેટા સેન્ટર્સ, ટેલિકોમ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ રિઝિલિયન્સ પર કેન્દ્રિત બેઠકો યોજાઈ. ગ્રીન એનર્જી અને હાઈડ્રોજન પર ફોકસ Hitachi Energy, ENGIE, EDF, Vestas, INOX GFL અને Trafigura સાથે ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ, ગ્રિડ મોડર્નાઇઝેશન અને ડિકાર્બનાઇઝેશન અંગે વ્યૂહાત્મક ચર્ચાઓ થઈ. પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને વૈશ્વિક વેપાર A.P. Moller–Maersk સાથે પોર્ટ-લેડ ડેવલપમેન્ટ, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ઇન્ટિગ્રેશન પર વિશેષ ચર્ચા થઈ, જેમાં વૈશ્વિક વેપારમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત કરવાની દિશા પર ભાર મૂકાયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ભવિષ્યનું ગેટવે બની રહ્યું છે. WEF 2026માં થયેલ બેઠકો સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુજરાત આગામી પેઢીના વૈશ્વિક રોકાણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.” ‘Gujarat – Ready for the World’નો સંદેશ WEF 2026ના અંતિમ તબક્કે પણ ગુજરાત પ્રતિ વૈશ્વિક રસ યથાવત છે. “Gujarat – Ready for the World, Where Vision Meets Action”ના સંદેશ સાથે ગુજરાતે વૈશ્વિક વિકાસની કહાનીમાં પોતાની આગવી ઓળખ વધુ મજબૂત કરી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...