Gujarat Weather :રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં પ્રચંડ ગરમીના સંકેત આપ્યાં છે. તાપમાનો પારો 2થી 3 ડિગ્રી હજુ ઉંચે જતાં કાળઝાળ ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે. 24, 26 તારીખે ગરમીનું જોર વધશે.
મતદાનના દિવસે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે. મતદાનના દિવસે રાજ્યભરમાં 40થી 43 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. 24-25 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી, બફારો રહેશે
વિન્ડી અનુસાર અમરેલી, બોટાદ, સુરતમાં 41 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે. વિન્ડી મુજબ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 40 ડિગ્રીને તાપમાન પાર જઇ શકે છે. જશે. રાજકોટમાં 37, જૂનાગઢમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સ્થિતિને જોતા હવામાન વિભાગે હિટવેવની ચેતવણી આપી છે.

-ગુજરાત, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર અને પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસો સામાન્ય કરતા વધુ રહેશે.ગુજરાત--મહારાષ્ટ્રમાં તીવ્ર હીટવેવ લાંબો સમય ચાલવાની ચેતવણી અપાઇ છે. અમદાવાદમાં આગ વરસાવતી ગરમીની આગાહી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે. માર્ચ અને એપ્રિલમાં માવઠાના સંકટ બાદ હવે ફરી તાપમાનનો પારો ઉંચકાતા હવે ઉનાળોનો અસલી મિજાજ અનુભવાશે. તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઉંચે જતાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગ વરસાવતી ગરમીની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 48 કલાકમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે. મંગળવારે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મંગળવારે 41.1 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર રહ્યું. ચાર શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો છે. જેમાં અમદાવાદ, અમરેલી, રાજકોટ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગઈકાલે અમદાવાદમાં 41 ડિગ્રી, અમરેલીમં 41.1 ડિગ્રી, તો રાજકોટમાં 40.7, ગાંધીનગરમાં 40.5, વડોદરામાં 39.6, ભૂજમાં 39, સુરતમાં 38.9, કંડલામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં ઉનાળો હવે અસલ મિજાજમાં આવી રહ્યો છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે..અને હજુ આગામી 3 દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે..ગયા વર્ષે 30 એપ્રિલના 44.8 ડિગ્રી સાથે છેલ્લા 15 વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.

દેશભરમાં ભીષણ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે .ઉત્તર ભારત, ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. દેશમાં આ પ્રદેશોમાં આગામી સમયમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. હાલ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પ્રવર્તી રહેલી કાળઝાળ ગરમીથી જનતાને હાલ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે..મહારાષ્ટ્રમાં વિદર્ભમાં સરેરાશ તાપમાન 41 થી 42 ડિગ્રી રહી શકે છે. એ જ રીતે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તાપમાન 40થી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. મંગળવારે ઉત્તર પ્રદેશના બાંદામાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશને આગામી કેટલાક દિવસ સુધી ગરમીથી રાહત મળવાની શક્યતા નથી.

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment