પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં વડોદરાના એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, રાજસ્થાનથી પરત ફરતી વખતે પંચમહાલના એક્સપ્રેસ વે પર વડોદરાના પરિવારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા અને એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.

પ્રાથમિક જાણકારી અનુસાર, મૃતકોની ઓળખ સાજિદ ખીનજી, ઇલિયાસ ખીનજી, ઇશાક ખીનજી અને રેહાન ખીનજી તરીકે થઈ હતી. રાજસ્થાનથી દર્શન કરીને વડોદરા પરત ફરી રહેલા આ પરિવારની કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂરઝડપે ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો અને ચાર વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો, જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. કાલોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ કરુણ ઘટનાને પગલે વડોદરામાં રહેતા પરિવારના સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ Rajkot News: રાજકોટના જસદણમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકના મૃત્યુ, કુંવરજી બાવળિયાએ વ્યક્ત કર્યું દુઃખ

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને બહાર કાઢીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ખેડબ્રહ્માના સંગ્રામપુરા ગામમાં ત્રિપલ મર્ડર, યુવકે માતા, પત્ની અને પુત્રની કરી ક્રૂર હત્યા

અમદાવાદમાં જીપ અને ઈકો વચ્ચે અકસ્માત

અમદાવાદમાં કલગી ચાર રસ્તા પાસે જીપ-ઈકો વચ્ચે અકસ્માત થયો હતો. જીપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવતા ઈકો કારને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઈકો કાર પલટી ગઈ હતી. જીપમાં ચાર યુવકો સવાર હોવાનો પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો. અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા, એક પુરુષને ઈજા થઈ હતી.

Comments
Post a Comment