Gujarat Local Elections Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી શરૂ, આ પાલિકામાં BJP-કૉંગ્રેસનું ખાતું ખુલ્યુ

Gujarat Local Elections Results 2026: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. બોટાદ તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યુ છે. બોટાદ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપ ઉમેદવારની જીત થઈ છે. બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠક પર ભાજપ ઉમેદવારની જીત થઈ છે.

રાજકોટ મનપામાં મતગણતરી શરુ થઈ છે. અહીં વોર્ડ નંબર 16 માં કૉંગ્રેસની પેનલ આગળ છે. જ્યારે વોર્ડ નંબર 7માં નેહલ શુક્લની પેનલ આગળ ચાલી રહી છે.

લુણાવાડા નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 5માં ભાજપના રક્ષાબેન પરમાર 1275 મત સાથે જીત્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર કૃપાબેન ખાંટને 1040 મત મળ્યા છે.

દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું છે. બારસનેડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર રામાભાઈ પારગીનો વિજય થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસનું ખાતું ખુલ્યું છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નં. 1માં કૉંગ્રેસની પેનલનો વિજય થયો છે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં. 1, 3 અને 5માં ભાજપ આગળ છે.

સાવલી ન.પાની વોર્ડ નં.1 અને 2માં ભાજપની પેનલનો વિજય

સાવલી નગરપાલિકાના વોર્ડ નં. 1 અને 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં. 2માં ભાજપના ગિરિશ પરમાર, પરેશ ગાંધી, રેખાબેન ચૌહાણ અને સેજલ શાહ વિજયી થયા છે. જ્યારે વોર્ડ નં. 1માં અમરીનબાનુ જાવેદખાન પઠાણ, કિરણબેન ઠાકોર, ત્વરિલ પઠાણ અને મનીષ વસાવાએ જીત મેળવી છે.

ગીર સોમનાથી જિલ્લામાં આપનું ખાતું ખુલ્યુ

ગીર સોમનાથ જિલ્લામાં આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર છે. અહીં આંકોલવાડી તાલુકા પંચાયતમાં મનિષ ગોંડલિયા 221 મતથી જીત્યા છે.

રાજ્યની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો- ગીર સોમનાથથી AAP માટે સારા સમાચાર આ બેઠક પર મળ્યો વિજય

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની કુલ 9,992 બેઠકોમાંથી 733 બેઠકો બિનહરીફ જાહેર થતાં આ બેઠકોના મતદારો આ વખતે મતદાન કરવાથી વંચિત રહ્યા હતા.

15 મનપાની 43 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા

15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો પહેલા જ બિનહરીફ જાહેર થઈ ગયા છે. જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપના 1 ઉમેદવાર બિનહરીફ થયા છે.

Comments
Post a Comment