Gujarat News: ચૂંટણી પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું વિવાદિત નિવેદન, બોલ્યા- 'હા હુ ભાજપનો...'

<p><strong>Gujarat News:</strong> ગુજરાતમાં આગમી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવા જઈ રહી છે, રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ મેદાનમાં ઉતરીને જોરદાર પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું એક વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. આ નિવેદન સામે આવતા જ રાજકીય માહોલ ફરી ગરમાયો છે. આજે ક્વાન્ટમાં સંત સનાતન ગોષ્ઠીમાં વડતાલ સંપ્રદાયના નૌતમ સ્વામીએ વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.</p> <p>ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આજે ક્વાન્ટમાં યોજાયેલી સંત સનાતન ગોષ્ઠીમાં સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામી સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ આ ગોષ્ઠીમાં કહ્યું હતું કે, દરેકે પોતે વિચારવાનું છે કે હું જ યોગી આદિત્યનાથ છું, કોઈ કહે કે તું ભાજપનો એજન્ટ છો, તો કહેવાનું કે હા હું એજન્ટ છું. નૌતમ સ્વામી વધુમાં કહ્યું કે, રામ મંદિર તો હજારો છે પરંતુ રામનો જન્મ થયો હતો ત્યાં ભાજપે મંદિર બનાવ્યુ, આપણી ધર્મ સત્તા એને જ ટેકો આપે છે જે ધર્મને ટેકો કરે છે. સારું શાસન આવવામાં મોડું થયું, હવે આ શાસન ગુમાવવાનું નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં નૌતમ સ્વામીના આવા વિવાદિત નિવેદનને લઇ રાજકારણમાં અફરાતફરી મચી ગઇ છે.</p> <p> </p>
Comments
Post a Comment