
<p> PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન..અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 1.10 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI કેડર ની કુલ-858 જગ્યા માટેની 21 જાન્યુઆરી 9 ફેબ્રુઆરી દરમિયાન શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જેમાં 2.47 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે પૈકી ઉત્તીર્ણ થયેલા 1,10,680 ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે..પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ જાતની ગેરરીતિ વગર યોજાય તે માટે 4000 પોલીસ અધિકારી, કર્મચારીઓ તથા 8000 શિક્ષણ વિભાગના અધિકારી, કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર PI/PSI કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવી છે. </p>
Comments
Post a Comment