Gujarat Weather Update: રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનો પારો 40ને પાર પહોંચ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ગરમી વધવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 3 દિવસમાં હજુ 2થી 3 તાપમાન વધશે. આગામી 3 દિવસ ગરમીનો પારો 41થી 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે. અમદાવાદ, રાજકોટ, વડોદરામાં ભીષણ ગરમીનું એલર્ટ અપાયું છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે, અમદાવાદમાં 2 દિવસમાં તાપમાન 44 ડિગ્રી પર પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મતદાનના દિવસે અમદાવાદનું મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. આકરા તાપના કારણે બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યાં છે ગરમીના કારણે વોટર પાર્ક અને સ્નોપાર્ક હાઉસફૂલ રહે છે.

-અમદાવાદમાં 2 દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચી શકે છે, ગુરુવારે 42.7 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી બન્યું. 29 એપ્રિલ બાદ તાપમાન એકથી બે ડીગ્રી વધતાં હિટવેવની સ્થિતિ સર્જાવવાની શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની શક્યતાને નકારી છે પરંતુ તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની તીવ્રતાને લઇને હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સકર્ક્યુલેશન બન્યુ છે. જેના કારણે દરિયા પરથી પવન વહી રહ્યાં છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાનનો ઓછું નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે, એન્ટી સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતના ઉત્તર વિસ્તારમાં અને કચ્છમાં વાદળો છવાતા અને વિખેરતા જોવા મળશે પરંતુ વાદળછાયું વાતાવરણ લાંબો સમય ન રહેતા આકરા તાપનો અનુભવ થશે.

ક્યાં કેટલું નોંઘાયું તાપમાન

અમદાવાદ-42 ડિગ્રી, નડિયાદ -42 ડિગ્રી, સુરેંદ્રનગર- 41 ડિગ્રી, મોરબી- 40 ડિગ્રી,રાજકોટ- 40 ડિગ્રી,મહેસાણા- 41 ડિગ્રી,ભાવનગર- 40 ડિગ્રી,દાહોદ- 40 ડિગ્રી,પાલનપુર- 40 ડિગ્રી,ગાંધીધામ- 39 ડિગ્રી,ભરૂચ- 42 ડિગ્રીરાજપીપળા- 41, વાપી - 39, અને વડોદરા - 40 ડિગ્રી તાપમાન નોંઘાયું છે.

હવામાન વિભાગે 29 એપ્રિલથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 42થી 43 ડિગ્રી પહોંચવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે તેવું અનુમાન છે. હવામાન વિભાગે વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અમરેલી ભાવનગરમાં ગરમીનું એલર્ટ આ વિસ્તારોમાં તાપમાનનો પારો આગામી દિવસોમાં 24ને પાર પહોંચે તેવી શક્યતા છે.

Comments
Post a Comment