Gujarat Weather Update: સમગ્ર રાજ્યમાં અગનવર્ષોની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ હજુ પણ ગરમીથી રાહત મળે તેવા કોઇ આસાર નથી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની આગાહી કરી છે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40ને ક્રોસ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી,હજુ 2 દિવસ ગરમીનું યલો એલર્ટ અપાયું છે. ગરમીના આંકડા પર નજર કરીએ તો અમરેલીમાં તાપમાનનો પારો 43.3 ડિગ્રી પહોંચ્યો છે. રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર ગયો છે.
અમદાવાદમાં 42.1 ડિગ્રી, તાપમાન નોંધાયું છે. 2 દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની આગાહી છે.

ક્યાં સૌથી વધુ ગરમી?
શહેર તાપમાન
અમરેલી 43.3
રાજકોટ 43.1
અમદાવાદ 42.1
વડોદરા 41.6
ગાંધીનગર 41.5
ભુજ 41.4
ડીસા 40.3
સુરત 40.3
ભાવનગર 39.8
દાહોદ 38.5
કંડલા 37.4

ગુજરાતમાં આગામી સાત દિવસ સતત ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, હવામાન મોટાભાગે સુકું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યના આંતરિક વિસ્તારોમાં તાપમાન ધીમે ધીમે 2–3°C જેટલું વધશે અને કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન લગભગ 41°C થી 43°C સુધી પહોંચે તેવું અનુમાન છે.

પ્રથમ 2–3 દિવસ દરમિયાન આકાશ સામાન્ય રીતે સાફ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે, જેના કારણે ઉકળાટ વધારે અનુભવાશે. તાજેતરના અહેવાલો મુજબ ગુજરાતમાં હાલમાં ગરમીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે અને કેટલાક શહેરોમાં તાપમાન 40°Cથી વધુ નોંધાયું છે, જે આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે.

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચારએ છે કે, આ વર્ષે વહેલુ ચોમાસું બેસશે તેવી આગાહી છે. હવામાન વિભાગે વહેલા ચોમાસાની કરી આગાહી કરી છે. દ.ભારતમાં મે મહિનાના અંતમાં મોન્સૂન પ્રવેશી શકે છે.

29 એપ્રિલ બાદ તાપમાન એકથી બે ડીગ્રી વધતાં હિટવેવની સ્થિતિ સર્જાવવાની શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની શક્યતાને નકારી છે પરંતુ તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની તીવ્રતાને લઇને હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સકર્ક્યુલેશન બન્યુ છે. જેના કારણે ગુજરાતના ઉત્તર વિસ્તારમાં અને કચ્છમાં વાદળો છવાતા અને વિખેરતા જોવા મળશે પરંતુ વાદળછાયું વાતાવરણ લાંબો સમય ન રહેતા આકરા તાપનો અનુભવ થશે.

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment