Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ 43.2 ડિગ્રી તાપમાન નોંદાયું છે આજે અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. દરિયાકાઠાના વિસ્તાર સિવાય ગુજરાતભરમાં તાપમાન 40ને પાર પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચે જઇ શકે છે. આગામી દિવસોમાં અમદાવાદ તાપમાનનો પારો 44ને આંબે તેવી શકયતા છે. આ સાથે ગાંઘીનગર, રાજકોટ, વડોદરા, પાટણ, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલમાં પણ તાપમાનનો પારો ઉંચે જતાં અગનવર્ષોનો અનુભવ થઇ શકે છે.

ગુજરાત સિવાયના અન્ય રાજ્યોની વાત કરીઓ તો ઉત્તર ભારત, હરિયાણા, હિમાચલ, પૂર્વાત્તર પશ્ચિમ બંગાળમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે ગુજરાતમાં 6 મે સુધી વરસાદની કોઇ શકયતા નથી. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,દક્ષિણ અને ઉત્તર ભારતના વિસ્તારો હાલ આકરી ગરમી પડી રહી છે.
રાજસ્થાનમા વંટોળની સ્થિતિ જોવા મળી રહી છે. દિલ્લી અને ઉત્તર ભારતના વિસ્તારમાં કાળઝાળ ગરમી સાથે ઘૂળ ભરી આંધી પણ લોકોને પરેશાન કરી રહી છે. રાજ્યમાં હાલ એન્ટી સાયક્લોનની સ્થિતિ મજબૂત હોવાથી વાદળો નહિ બંધાય અને 6 મે સુધી આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઇ શક્યતા નથી.

આ પણ વાંચો ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?

દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીના કહેરથી હાહાકાર મચી ગયો છે..ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રીમાં શેકાયું... બાંદામાં ગરમીનો જૂનો રેકોર્ડ તૂટયો..અગાઉ ૨૦૨૨માં બાંદાનું મહત્તમ તાપમાન ૪૭.૪ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતના કેટલાય શહેરોનું તાપમાન ૪૨-૪૩ ડિગ્રીને પાર પહોંચીને ૪૫ ડિગ્રીની નજીક નોંધાતા જનજીવન બેહાલ થયું... દેશના અનેક રાજ્યોમાં કેટલાય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આપ્યું... કેટલાય રાજ્યોમાં શાળા-કોલેજોનો સમય બદલી નાખવો પડયો હતો. દિલ્હીમાં બે દિવસ ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે...ન માત્ર યુપી પણ રાજસ્થાનમાં પણ ગરમીનો કહેર જોવા મળ્યો.... જેસલમેર ૪૬.૪ ડિગ્રીમાં અગનભઠ્ઠી બન્યું...બાડમેરમાં ૪૬ ડિગ્રી, ફલોદીમાં ૪૫.૪, ચુરુમાં ૪૫.૩, બિકાનેરમાં ૪૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું.ઉત્તર ભારતના તો સંખ્યાબંધ શહેરોમાં તાપમાનનો પારો ૪૩થી ૪૪ની નજીક રહ્યો હતો. દેશના અનેક રાજ્યોના જિલ્લા સરકારી તંત્રએ શાળા-કોલેજોના મેનેજમેન્ટને તાકીદ કરી હતી કે બાળકો હીટવેવનો ભોગ ન બને તેવા પગલાં ભરવા સૂચના આપી છે.... ઓઆરએસ અને ઠંડું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવાનો આદેશ થયો હતો. અનેક શાળાઓની આઉટડોર એક્ટિવિટી તાકીદને અસરથી બંધ કરવામાં આવી હતી. વાલીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે બાળકોને શાળાએ મોકલતા પહેલાં તેમને હીટવેવથી બચાવવાના ઉપાયોનું ધ્યાન રાખો. તેમને પાણીની બોટલો આપવાની સાથે માથે પહેરવા કેપ આપવા સહિતની ભલામણો કરવામાં આવી હતી.ઓડિશા, પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો હતો. ઓડિશાના છ જિલ્લામાં તાપમાન ૪૩થી ૪૪ ડિગ્રીની વચ્ચે નોંધાતા સાવધાન રહેવાની તાકીદ કરવામાં આવી હતી,

Comments
Post a Comment