Heatwave : સમગ્ર રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે. અમદાવાદમાં સતત બીજા દિવસે 44 ડિગ્રીથી વધુ તાપમન નોંધાયું હતું. હવામાન વિભાગે હજુ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. જેથી આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત મળી રહ્યા નથી. રવિવારની સરખામણીએ સોમવારે અનેક શહેરોમાં તાપમાન સામાન્ય ઘટ્યા હતા પરંતુ હજુ પારો 43 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાતા લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા છે. બપોરના સમયે આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાતા અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ જેવા શહેરોના માર્ગો પર બપોરના સમયે કફર્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે.

ચાર દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. વધતી ગરમી અને હીટવેવની આગાહીને પગલે વહીવટી પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. બપોરના 12થી સાંજે 4 વાગ્યે દરમિયાન બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે.

દેશમાં અનેક રાજ્યોમાં ગરમીના કહેરથી હાહાકાર

દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીના કહેરથી હાહાકાર મચી ગયો છે. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રીમાં શેકાયું હતું. બાંદામાં ગરમીનો જૂનો રેકોર્ડ તૂટયો હતો. અગાઉ 2022માં બાંદાનું મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતના કેટલાય શહેરોનું તાપમાન 42-43 ડિગ્રીને પાર પહોંચીને 45 ડિગ્રીની નજીક નોંધાતા જનજીવન બેહાલ થયું. દેશના અનેક રાજ્યોમાં કેટલાય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આપ્યું છે. કેટલાય રાજ્યોમાં શાળા-કોલેજોનો સમય બદલી નાખવો પડયો હતો. દિલ્હીમાં બે દિવસ ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ હીટવેવથી ગુજરાત ત્રાહિમામ: કાલે 5 જિલ્લામાં યલો એલર્ટ, કચ્છ રાજકોટમાં વધશે ગરમીનો પારો

જેસલમેર ૪૬.૪ ડિગ્રીમાં અગનભઠ્ઠી બન્યું. બાડમેરમાં ૪૬ ડિગ્રી, ફલોદીમાં ૪૫.૪, ચુરુમાં ૪૫.૩, બિકાનેરમાં ૪૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉત્તર ભારતના તો સંખ્યાબંધ શહેરોમાં તાપમાનનો પારો ૪૩ થી ૪૪ની નજીક રહ્યો હતો. દેશના અનેક રાજ્યોના જિલ્લા સરકારી તંત્રએ શાળા-કોલેજોના મેનેજમેન્ટને તાકીદ કરી હતી કે બાળકો હીટવેવનો ભોગ ન બને તેવા પગલાં ભરવા સૂચના આપી છે. ઓઆરએસ અને ઠંડું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવાનો આદેશ થયો હતો. અનેક શાળાઓની આઉટડોર એક્ટિવિટી તાકીદને અસરથી બંધ કરવામાં આવી હતી. વાલીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે બાળકોને શાળાએ મોકલતા પહેલાં તેમને હીટવેવથી બચાવવાના ઉપાયોનું ધ્યાન રાખો. તેમને પાણીની બોટલો આપવાની સાથે માથે પહેરવા કેપ આપવા સહિતની ભલામણો કરવામાં આવી હતી.ઓડિશા, પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો હતો. ઓડિશાના છ જિલ્લામાં તાપમાન ૪૩થી ૪૪ ડિગ્રીની વચ્ચે નોંધાતા સાવધાન રહેવાની તાકીદ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારનો આદેશ

કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવાની તાકીદ કરી છે. સરકારી હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકનો ભોગ બનતા લોકોને તુરંત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવાની ભલામણ કેન્દ્ર સરકારે કરી છે. ઉનાળાના સમયગાળા દરમિયાન હીટ સ્ટ્રોકનો ભોગ બનતા લોકોને તુરંત હોસ્પિટલમાં પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવાથી લઈને હીટ સ્ટ્રોકના કેસનો આંકડો એક કોમન પ્લેટફોર્મમાં શેર થાય તેવી વ્યવસ્થા કરવાની સૂચના પણ કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે. આ વર્ષે હીટવેવના દિવસો ગત વર્ષોની તુલનાએ વધારે નોંધાય તેવી ભીતિ હોવાથી લોકોને સાવધાન રહેવાની તાકીદ કરવામાં આવી છે.

ભર બપોરે કામથી બહાર નીકળતા લોકોનો શ્વાસ રૃંધાતો હોય એવી ગરમી પડી રહી છે. શહેરી વિસ્તારોમાં ગ્રીનકવર ઉત્તરોઉત્તર ઘટી જતાં અને શહેરીકરણ અમર્યાદ થઈ જતાં તેની સીધી અસર તાપમાન પર થઈ રહી છે. સિમેન્ટ-કોંક્રિટના જંગલોનું ચારેબાજુ સતત નિર્માણ થઈ રહ્યું છે. તેના પરિણામે હરિયાળા ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ શહેરના લોકોને વધારે ગરમી સહન કરવી પડે છે.

Comments
Post a Comment