PSIની પરીક્ષા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની વય, કુંવરબાઈનું મામેરું યોજનાના પ્રશ્નો પુછાયા

https://ift.tt/hBYNR23 ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ (જીપીઆરબી)ના ઉપક્રમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર (બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, પ્લાટુન કમાન્ડર, જેલર ગ્રુપ-2)ની કુલ 858 પોસ્ટ પર ભરતી માટેની બીજા તબક્કાની લેખિત પરીક્ષા માટે નોંધાયેલા કુલ 1.10 લાખ ઉમેદવારોમાંથી 86 હજાર ઉમેદવારો ઉપસ્થિત રહેતાં ઉપસ્થિત ઉમેદવારોની ટકાવારી 78.18 ટકા જોવા મળી છે. બે સેશનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની લઘુત્તમ વય કેટલી?, કયા વર્ષથી સુશાસન દિવસની ઉજવણી થાય છે?, ભારતમાં પ્રવર્તમાન બંધારણીય સંસ્થાઓની જાણકારીને લગતા પ્રશ્ન ઉપરાંત આપણા સરંક્ષણમાં વપરાતાં સ્વદેશી હેલિકોપ્ટર એલસીએચ પ્રચંડ અંગેની જાણકારીને લગતા પ્રશ્નો પુછાયા હતા. સાથે જ રાજ્યના 2026ના વર્ષ માટેના અંદાજપત્ર અને સરકારની કુંવરબાઈનું મામેરું યોજના અંગેનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોની OMR શીટ ભરતી બોર્ડ પર મુકાઈ ગુજરાત પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડની આ પરીક્ષા આપનારા ઉમેદવારોની સ્કેન થયેલી ઓએમઆર શીટ પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકાઈ છે. આ ઓએમઆર શીટ ભરતી બોર્ડની https;//gprb.gujarat.gov.in વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે વિશ્લેષણાત્મક વાંચન કરનારા સારો સ્કોર કરી શકશે ‘પ્રશ્નોના સ્વરૂપને કારણે ઘણા ઉમેદવારોને આ પેપર થોડું લાંબું લાગ્યું હોવાની શક્યતા છે. આ પ્રશ્નપત્રના કન્ટેન્ટ અને પ્રશ્નોના સ્તર અંગે વિશ્લેષણમાં અમુક ચોક્કસ વિષયોના પ્રશ્નોએ ઉમેદવારોનું ખાસ ધ્યાન અને ચીવટ માંગી લીધી હતી. બંધારણના વિષયમાં મહિલાઓ માટે માસિક ધર્મના અધિકારોને લગતા પ્રશ્નો, દેશના સંરક્ષણને લગતા પ્રશ્નો અને ખાસ કરીને ગુજરાતના Particularly Vulnerable Tribal Groups-PVTG અંગે પૂછાયેલા પ્રશ્નો ખૂબ જ બારીકાઈથી તૈયાર કરવામાં આવ્યા હતા.’ > હર્ષ પટેલ,સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્ણાત,વ્યાખ્યાતા સ્પીપા
Comments
Post a Comment