Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ

Surat News: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે માનવ મહેરામણ એ રીતે ઉભરાયું કે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થયા. ઉનાળુ વેકેશન, લગ્નસરાની સિઝન અને મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

2 કિમી લાંબી લાઈનો અને અમાનવીય સ્થિતિ

ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે ઉધના સ્ટેશનની બહાર અંદાજે 5 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી. મુસાફરો ગઈકાલ સાંજથી, એટલે કે 16-16 કલાકથી ધોમધખતા તાપમાં લાઈનમાં ઉભા છે. આ ભીડમાં નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની હાલત કફોડી બની છે. પીવાના પાણી માટે પડાપડી થઈ રહી છે અને શેડની સુવિધા ન હોવાથી લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. ગરમીના કારણે એક મુસાફર બેભાન થઈ જવાની ઘટના પણ બની હતી, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો.

રેલવે સ્ટેશન પર કેમ સર્જાઈ ભાગદોડની સ્થિતિ?

રેલવેના સત્તાવાર નિવેદન મુજબ, કેટલાક મુસાફરો બેરિકેડ્સ ઓળંગીને સ્ટેશનમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના કારણે ભાગદોડ (Stampede) સર્જાવાનો ભય હતો. આ સ્થિતિને રોકવા માટે પોલીસે લાઠીઓ વીંઝવી પડી હતી. સ્ટેશન પર વિશાળ પોલીસ કાફલો અને TTEની ટીમ તૈનાત કરવામાં આવી છે જેથી ટિકિટ વગરના મુસાફરોને રોકી શકાય.

ક્ષમતા કરતા 5 ગણા મુસાફરો

ટ્રેનોની અછતને કારણે સ્થિતિ એવી છે કે 100 મુસાફરોની ક્ષમતા ધરાવતા ડબ્બામાં 400 થી 500 લોકો ખીચોખીચ ભરાઈને મુસાફરી કરી રહ્યા છે. ઘણા મુસાફરોને ટોયલેટ પાસે કે દરવાજા પર લટકીને જવાની ફરજ પડી રહી છે. તંત્ર સામે એવો પણ આક્ષેપ ઉઠ્યો છે કે પરિસ્થિતિની જાણ હોવા છતાં માત્ર બે જ રિઝર્વ ટ્રેનો રાખવામાં આવી હતી.

રેલવે તંત્રનો પક્ષ અને આગામી આયોજન

પશ્ચિમ રેલવેએ અફવાઓથી બચવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે: આજે અત્યાર સુધીમાં અંદાજે 21,000 મુસાફરોને ટ્રેનો દ્વારા રવાના કરવામાં આવ્યા છે. ભીડને પહોંચી વળવા માટે આજે રાત્રે 9:40 કલાકે સુરતથી જયનગર માટે એક ખાસ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. ભારે જહેમત બાદ બે ટ્રેનો રવાના કરવામાં આવી છે, તેમ છતાં હજુ પણ હજારો મુસાફરો ટ્રેનમાં જગ્યા ન મળતા સ્ટેશન પર અટવાયા છે અથવા વીલા મોઢે પરત ફરી રહ્યા છે.

Comments
Post a Comment