Skip to main content

અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી

Ambalal Patel Rain Forecast :ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ  પડી શકે છે.  અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 28 અને 29 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત મહિસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાનમાં થતા બદલાવને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.હવામાન નિષ્ણાતોના મત મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં મોનસૂન વધુ સક્રિય બનશે અને અનેક જિલ્લાઓમાં વરસાદની માત્રામાં વધારો નોંધાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જૂનથી ચોમાસની રફતાર થોડી વધી છે જેના કારણે ગઇ કાલે ચોમાસાએ મુંબઇ સહિતના મહારાષ્ટ્રના વિસ્તારને આવરી લીધા. ચોમાસાએ તેંલગણા, આંધ્રપ્રદેશ સહિતના વિસ્તારને આવરી લીધા છે. ગુજરાતની વાત કરીએ તો મુંબઇમાં વરસાદ વરસતાં હવે એક સપ્તાહ બાદ ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી થાય તેવી શકયતા છે. એટલે કે 1 જુલાઇની આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઇ શકે, ચોમાસા પહેલા પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો. ગુજરાતમાં હાલ પ્રિમોનસૂન એક્ટિવિટ એક્ટિવ થતાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહયું છે. 23 જૂને ચોમાસાએ મુંબઇમાં ધમાકેદાર એન્ટ્રી કરી.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની શક્યતા જુલાઇના પ્રથમ સપ્તાહમાં કરી છે. જો કે મોનસૂનની સ્પીડ ધીમી હોવાથી ચોમાસાની એન્ટ્રી સાથે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસશે તેવી શક્યતા ઓછી છે. એટલે કે. ચોમાસાને ગુજરાતને આવરી લેતા સમય લાગી શકે છે . આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જેના કારણે ફણ 2થી3 જુલાઇની આસપાસ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, બોટાદ ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ,ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ. છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠ, થરાદમાં પણ છૂટછવાયો વરસાદ વરસી શકે છે

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...