Skip to main content

Banaskantha: મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને, ત્રણ તાલુકા સિવાયના ખેડૂતો બાકાત રખાતા આંદોલનની ચીમકી

Banaskantha Farmers Protest: બનાસકાંઠા જિલ્લામાં સરકારી યોજના હેઠળ વિતરણ થનારી મગફળીના બિયારણની ફ્રી કીટ મુદ્દે ભેદભાવનો આક્ષેપ કરીને આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને અગ્રણીઓએ પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીએ પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સરકારે મગફળી બિયારણ કીટ મેળવવા માટે ખેડૂતો પાસે ઓનલાઈન ફોર્મ ભરાવ્યા હતા, પરંતુ ઓનલાઈન નોંધણી પૂર્ણ થયા બાદ સરકારે માત્ર દાંતા, અમીરગઢ અને ધાનેરા એમ ત્રણ જ તાલુકાના ખેડૂતોને આ લાભ આપવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે બાકીના તમામ તાલુકાઓને આ યોજનામાંથી બાકાત રાખી દેવાયા હતા. આ પક્ષપાતી વલણ અને બિયારણ ન મળવાના કારણે આક્રોશે ભરાયેલા કિસાન સંઘ અને જગતાતે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને જો આગામી દિવસોમાં તમામ ખેડૂતોને મગફળીનું બિયારણ નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પક્ષપાતનો આરોપ અને જગતાતની મુશ્કેલીઓ
કિસાન સંઘના આગેવાનોએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના પ્રમુખ ધાનેરા વિસ્તારના હોવાના કારણે રાજકીય વગ વાપરીને ખાસ ધાનેરા સહિત માત્ર ત્રણ જ તાલુકાઓને બિયારણ આપવાની જાહેરાત કરાઈ છે, જે અન્ય તાલુકાના ગરીબ ખેડૂતો સાથે ઘોર અન્યાય છે. એકબાજુ આ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ચોમાસુ વાવેતર સંકટમાં મુકાયું છે અને ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારના આવા અણઘડ અને પક્ષપાતી નિર્ણયોથી ખેડૂતોનો આક્રોશ બેવડાયો છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ કીટ ન મળતા ખેડૂતોમાં છેતરાયાની લાગણી જન્મી છે. પરિસ્થિતિ વણસે તે પહેલાં વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ધરતીપુત્રોની માંગ છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...