
<p>Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?&nbsp;<br /><br />રાજ્યમાં જુલાઈના પ્રારંભથી ચોમાસું ગતિ પકડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 1થી 3 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હજુ સુધી સિઝનનો માત્ર 2.88ટકા વરસાદ નોંધાયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજ્યમાંથી ટ્રફ પસાર થવાથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સાથે જ મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.. જેને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.</p>
Comments
Post a Comment