
<p>Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?</p>
<p>રાજ્યના છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો. 24 કલાકમાં 14 તાલુકામાં અડધાથી અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં નોંધાયો. સુરત શહેરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો. તાપીના વાલોડમાં બે ઈંચ વરસાદ વરસ્યો. તો સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો. સુરતના પલસાણામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે પલસાણા અને અરેઠમાં સવા ઈંચ વરસાદ. આ ઉપરાંત વલસાડના ઉમરગામ અને નાનાપોંઢામાં એક- એક ઈંચ વરસાદ વરસ્યો. તાપીના કુકરમુંડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલીમાં પોણો- પોણો ઈંચ વરસાદ નોંધાયો. વલસાડના પારડીમાં પોણો તો કપરાડા અને વલસાડ શહેરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો. આ તરફ સવારે 4થી 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં વરસાદ વરસ્યો. સવારે 4થી 6 વાગ્યા સુધીમાં સુરતના માંગરોળમાં સવા ઈંચ, સુરત શહેરમાં સવા ઈંચ, કામરેજમાં સવા ઈંચ અને અરેઠમાં એક ઈંચ વરસાદ વરસ્યો.</p>
Comments
Post a Comment