અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  એક સપ્તાહ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. ગાજવીજ અને પવન સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર- કચ્છમાં એક સપ્તાહ સામાન્ય વરસાદ વરસશે.  ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદ પડવાની શક્યતા છે. મહિસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

ગુજરાતમાં ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે

હવામાન વિભાગે દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.  રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકામાં સામાન્ય વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ચોમાસાને લઈ પણ લેટેસ્ટ અપડેટ આપ્યું છે.  ગુજરાતમાં ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે.  48 કલાક બાદ મહારાષ્ટ્ર નજીક અટવાયેલું ચોમાસું આગળ વધશે.  ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટી અંતર્ગત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

સુરત શહેરમાં આજે અડધો ઈંચ, અરેઠમાં એક ઈંચ જ્યારે મજુરાગેટ, ઉધના અને લિંબાયત જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સામાન્ય વરસાદના કારણે ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં તેમજ ઉધના અને લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. ઉધના દરવાજા સામેના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા.

લાંબા સમયની રાહ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહી છે અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જો કે, બીજી તરફ સુરત અને વલસાડ જેવા મોટા શહેરોમાં પ્રથમ સામાન્ય વરસાદમાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

Comments
Post a Comment