Skip to main content

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

Meteorological Department forecast: ગુજરાતમાં મોનસૂનની જામતી મેઘમહેર વચ્ચે હવામાન વિભાગ (IMD) દ્વારા તાત્કાલિક ધોરણે આગામી એક કલાક માટે વરસાદનું મહત્વનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વિભાગની આગાહી મુજબ, રાજ્યના ચાર જિલ્લાઓમાં વિજળીના કડાકા અને ભડાકા સાથે મુસળધાર વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખીને યલો એલર્ટ જારી કરાયું છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા યલો એલર્ટમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો આવરી લેવાયા છે. જેમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર અને અમદાવાદ જેવા ઉત્તર-મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ આગામી એક કલાક દરમિયાન વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા ગાજવીજ સાથે ધોધમાર વરસી શકે છે.

આ પણ વાંચો...રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતા રાજ્યમાં ગરમી અને બફારાએ લોકોની મુશ્કેલી વધારી છે. પરંતુ ગરમીથી પરેશાન લોકો માટે હવે રાહતના સમાચાર છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે. રાજ્ય પર એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

કઈ 4 સિસ્ટમ સક્રિય થઈ અને કેવું રહેશે હવામાન?

હાલમાં ગુજરાત પર લો પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

11 ઓગસ્ટે આ 5 જિલ્લાઓમાં 'યલો એલર્ટ'

આગામી 11 ઓગસ્ટના રોજ વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 5 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારોમાં 'યલો એલર્ટ' (Yellow Alert) પણ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં નીચેના વિસ્તારોનો સમાવેશ થાય છે:

ઉત્તર ગુજરાત: અરવલ્લી

મધ્ય ગુજરાત: મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર

વરસાદ અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક સૂચના પણ આપવામાં આવી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...