આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન

NEET PG Exam: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે NEET PG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ - પોસ્ટ ગ્રેજ્યુએટ) ની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે દેશભરના 1111 કેન્દ્રો પર નવી પેટર્ન મુજબ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એકલા ગુજરાત રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને રાજ્યમાં 60 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ વર્ષે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે પ્રથમ વખત આધાર બેઝ આઈડી સહિતની કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ કડક તપાસ અને કાગળોની પ્રક્રિયાને કારણે રાજકોટના એક પરીક્ષા કેન્દ્ર પર ભારે ડ્રામા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાજકોટ જિલ્લાના પાંચ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. કેન્દ્ર પર પહોંચેલી એક વિદ્યાર્થિનીને ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ ન હોવાને કારણે અંતિમ સમયે દોડાદોડી કરવી પડી હતી અને શરૂઆતમાં અધિકારીઓ દ્વારા પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો હતો.

આ પણ વાંચો...Gujarat Rain Forecast: 4 ઓગસ્ટથી આ જિલ્લામાં ફરી પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ જાહેર

પોતાની પુત્રીને પ્રવેશ ન મળતા અને સમય વિતી જતો જોઈને વિદ્યાર્થિનીની માતા રડી પડી હતી અને માનસિક તણાવને કારણે કેન્દ્ર પર જ બેભાન થઈ ગઈ હતી. જોકે, આ ઘટના બાદ મામલો શાંત પડતા અને જરૂરી ચકાસણી પૂર્ણ થયા બાદ અંતે વિદ્યાર્થિનીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રાજસ્થાનમાં NEET PG પરીક્ષા દરમિયાન મોટી બેદરકારી સામે આવી
તો બીજી તરફ રાજસ્થાનમાં NEET PG પરીક્ષા દરમિયાન એક મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જયપુરના સીતાપુરા સ્થિત એક પરીક્ષા કેન્દ્ર પર લાઈટમાં ફોલ્ટ સર્જાવાના કારણે કમ્પ્યુટર આધારિત પરીક્ષા સમયસર શરૂ થઈ શકી ન હતી. પરીક્ષાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો.

પરીક્ષા શરૂ ન થવાને કારણે કેન્દ્ર પર હાજર ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. પરીક્ષાર્થીઓનો આક્ષેપ છે કે ટેકનિકલ સમસ્યાના કારણે પરીક્ષા ખોરવાઈ હોવા છતાં NTA દ્વારા તેમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. પરીક્ષાર્થીઓમાં એ વાતને લઈને પણ રોષ છે કે તેમણે પરીક્ષાની તૈયારી સાથે નક્કી કરેલા સમયે કેન્દ્ર પર પહોંચવા છતાં ટેકનિકલ ખામીના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલમાં ઉમેદવારો પરીક્ષા શરૂ થવા અને આગળની પ્રક્રિયા અંગે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે. આ મામલે પરીક્ષા એજન્સી તરફથી સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે.

Comments
Post a Comment