1.81 લાખ કરોડનું રોકાણ, ગિફ્ટ સિટીનો ધમાકો:ભારતનું નવું ગેટ-વે સિંગાપોરને ટક્કર આપવા તૈયાર, 70થી વધુ દેશોના રોકાણકારોનું 3.17 લાખ કરોડનું કમિટમેન્ટ
https://ift.tt/kJrncL6
ગિફ્ટ સિટી (Gujarat International Finance Tec-City) હવે માત્ર નાણાકીય સેવાઓ માટેનું સેન્ટર નહીં, પરંતુ વૈશ્વિક રોકાણકારોના નાણાંનું સંચાલન, ફંડ મેનેજમેન્ટ અને રોકાણ કરતું મહત્વનું ગ્લોબલ બિઝનેસ હબ બની રહ્યું છે. ખાસ કરીને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષમાં GIFT IFSCમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી. માર્ચ 2023માં અહીં માત્ર 65 ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ હતી, જે માર્ચ 2026 સુધીમાં વધીને 217 થઈ છે. ફંડ્સ અને સ્કીમ્સની સંખ્યા પણ 50થી વધીને 360 થઈ ગઈ. IFSCAના ડાયરેક્ટર દીપેશ શાહના મતે, હાલમાં GIFT IFSCમાં ફંડ્સ દ્વારા લગભગ $39 બિલિયન એટલે કે અંદાજે રૂ. 3.73 લાખ કરોડનું રોકાણ કમિટ થયું છે.તેમાંથી આશરે $19.66 બિલિયન એટલે કે અંદાજે રૂ. 1.88 લાખ કરોડનું રોકાણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. આ રોકાણ ભારતની લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ ઉપરાંત ભારતની બહારના બજારોમાં પણ થઈ રહ્યું છે. પહેલાં સમજીએ કે ફંડ મેનેજમેન્ટ એટલે શું?
દુનિયાભરના રોકાણકારો પોતાનું મોટું ભંડોળ કોઈ ફંડમાં રોકે છે. આ ભંડોળને ક્યાં અને કેવી રીતે રોકવું તેની જવાબદારી ફંડ મેનેજરની હોય છે. GIFT IFSCમાં આ માટે ખાસ ફંડ સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. ફંડમાં રોકાણકારો પૈસા મૂકે છે અને ફંડ મેનેજમેન્ટ એન્ટિટી એટલે કે FME આ પૈસાનું સંચાલન કરે છે. ત્યારબાદ આ નાણાં ભારતની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, લિસ્ટેડ-અનલિસ્ટેડ કંપનીઓ કે ભારતની બહારના બજારોમાં રોકાણ કરી શકાય છે. એટલે GIFT Cityમાં માત્ર ફંડનું રજિસ્ટ્રેશન થતું નથી, પરંતુ વિદેશી રોકાણકારોના પૈસા એકત્ર કરવાથી લઈને તેનું મેનેજમેન્ટ અને રોકાણ કરવા સુધીનું કામ અહીંથી થઈ શકે છે. આ જ સમયગાળામાં ફંડ્સ અને સ્કીમ્સની સંખ્યા પણ 50થી વધીને 360 થઈ છે. એટલે કે, ત્રણ વર્ષમાં ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝની સંખ્યા ત્રણ ગણાથી વધુ થઈ છે, જ્યારે ફંડ્સ અને સ્કીમ્સની સંખ્યા સાત ગણાથી વધુ વધી છે. આ પૈકી વાસ્તવિક રોકાણ પણ ઝડપથી વધ્યું છે. માર્ચ 2023માં માત્ર $1.13 બિલિયનનું cumulative investment હતું, જે માર્ચ 2026માં વધીને $19.66 બિલિયન થયું છે. દીપેશ શાહના જણાવ્યા પ્રમાણે, આ રકમમાંથી રોકાણ ભારતની લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓમાં પણ થાય છે અને ભારતની બહારના બજારોમાં પણ થાય છે. 70થી વધુ દેશોના 9,594 રોકાણકારો જોડાયા
GIFT IFSCના ફંડ્સમાં હવે માત્ર ભારતના રોકાણકારો જ નહીં, પરંતુ દુનિયાના વિવિધ દેશોના રોકાણકારો પણ જોડાઈ રહ્યા છે. માર્ચ 2026 સુધીમાં 70થી વધુ જ્યુરિડિક્શનમાંથી 9,594 રોકાણકારો IFSCના ફંડ્સ સાથે જોડાયેલા હતા.આ આંકડો દર્શાવે છે કે GIFT Cityમાંથી ફંડ મેનેજમેન્ટની પ્રવૃત્તિ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી રહી છે. દીપેશ શાહના જણાવ્યા પ્રમાણે, ભારત સરકારે GIFT IFSC માટે આંતરરાષ્ટ્રીય સ્તરની ફાઇનાન્શિયલ સેવાઓને અનુરૂપ નિયમો બનાવ્યા છે. ફંડ મેનેજમેન્ટ માટેના નિયમો એવી રીતે તૈયાર કરાયા છે કે, વૈશ્વિક રોકાણકારો માટે અહીં ફંડ બનાવવું અને તેનું સંચાલન કરવું સરળ બને. હાલ GIFT Cityમાં કેટલી કંપનીઓ અને સંસ્થાઓ કામ કરી રહી છે?
GIFT Cityનું ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ હવે તેના સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમનો એક ભાગ છે. GIFT Cityની સત્તાવાર માહિતી પ્રમાણે હાલમાં 1,000થી વધુ એન્ટિટીઝ ઓપરેશનલ છે અને અહીં 20,000થી વધુ રોજગારી સર્જાઈ ચૂકી છે. માર્ચ 2026ના ઉપલબ્ધ આંકડા મુજબ GIFT Cityમાં 1,500થી વધુ એન્ટિટીઝ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આશરે 27,000 પ્રોફેશનલ્સ અહીં કાર્યરત હોવાનું પણ જણાવાયું છે. GIFT Cityની સત્તાવાર વેબસાઇટ પર Google, IBM, Capgemini, Oracle, TCS, Bank of America, HSBC, Standard Chartered, J.P. Morgan અને Barclays જેવી કંપનીઓને તેના IT અને ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમના marquee occupants તરીકે દર્શાવવામાં આવી છે. ફાઇનાન્સથી આગળ ટેક્નોલોજી અને GCCનું પણ મોટું કેન્દ્ર
GIFT City હવે માત્ર બેન્કિંગ અને ફંડ મેનેજમેન્ટ પૂરતું સીમિત નથી. અહીં ટેક્નોલોજી કંપનીઓ અને Global Capability Centres (GCCs) માટે પણ ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહ્યું છે. તાજેતરમાં GIFT Cityને ગ્લોબલ કંપનીઓ માટે GCCના વિસ્તરણના સંભવિત હબ તરીકે જોવામાં આવી રહ્યું છે. સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓ, ઓપરેશનલ કોસ્ટ અને કુશળ માનવબળ જેવા પરિબળો વૈશ્વિક કંપનીઓને આકર્ષી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ: આગળ શું?
દીપેશ શાહના જણાવ્યા પ્રમાણે, ફંડ મેનેજમેન્ટના આ નિયમો અને માળખું હજી પ્રમાણમાં નવું છે. તેમ છતાં માત્ર થોડા વર્ષમાં FME, ફંડ્સ અને રોકાણની રકમમાં મોટો વધારો થયો છે. GIFT City માત્ર ફાઇનાન્સ હબ નહીં, સંપૂર્ણ ગ્લોબલ ઇકોસિસ્ટમ બનવા તરફ
GIFT Cityની કહાની હવે માત્ર $39 બિલિયનની ફંડ કમિટમેન્ટ સુધી સીમિત નથી. અહીં ફાઇનાન્સની સાથે ટેક્નોલોજી, ફિનટેક, GCC, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ્સ, એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ, બુલિયન અને અન્ય આંતરરાષ્ટ્રીય બિઝનેસ પ્રવૃત્તિઓનું ઇકોસિસ્ટમ વિકસી રહ્યું છે. આ સાથે National Food Delivery Summitમાં આશરે 1,500 FB બ્રાન્ડ્સ આવવાની અપેક્ષા પણ GIFT Cityના બદલાતા સ્વરૂપને દર્શાવે છે. રિલેક્સ્ડ રેગ્યુલેશન્સ, વધતું બિઝનેસ ઇકોસિસ્ટમ અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફૂડ એન્ડ બેવરેજ કંપનીઓ માટે પણ નવી તકો ઊભી કરી રહ્યા છે. એટલે કે, GIFT Cityમાં હવે માત્ર ઓફિસ અને ફાઇનાન્સિયલ સર્વિસિસનું માળખું જ નહીં, પરંતુ કામ, બિઝનેસ, રહેઠાણ, ફૂડ, રિટેલ અને લાઇફસ્ટાઇલને જોડતું સંપૂર્ણ અર્બન ઇકોસિસ્ટમ પણ ઊભું થઈ રહ્યું છે. કનેક્ટિવિટી વધશે તો GIFT Cityની ગતિ પણ વધશે
GIFT Cityની આસપાસ વિકસતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેની ભવિષ્યની ક્ષમતા વધારી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કનેક્ટિવિટી અને વિસ્તરતી મેટ્રો લિન્કેજ GIFT Cityને વધુ મજબૂત ટ્રાન્સપોર્ટ નેટવર્ક સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ બની શકે છે. આ કનેક્ટિવિટી માત્ર શહેરની અંદર આવન-જાવન સરળ બનાવશે એટલું જ નહીં, પરંતુ દેશ-વિદેશની કંપનીઓ, રોકાણકારો, પ્રોફેશનલ્સ અને બિઝનેસ માટે GIFT Cityની પહોંચ પણ વધારશે.
Comments
Post a Comment