
https://ift.tt/xOFLBIb
સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ-2026નું આયોજન કરાયું છે. આ વર્ષે સ્પર્ધાઓ શાળા, ગ્રામ્ય કક્ષા, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા, મહાનગરપાલિકા કક્ષા અને છેલ્લે રાજ્યકક્ષાએ યોજાશે. ખેલ મહાકુંભ-2026 અંતર્ગત શાળા કક્ષાએ અં-9, અં-11, અં-14 અને અં-17 ની વયજૂથમાં એથ્લેટિક્સની રમતમાં તમામ શાળાઓએ ભાગ લેવાનો રહેશે. રમતવીરો ખેલ મહાકુંભ-2026 માં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.28-08-2026 થી શરૂ થઈ તા.22-09-2026 સાંજે 6:00 વાગ્યા સુધી કરી શકશે. તેમજ ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ ફરજિયાત https://khelmahakumb h.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દરેક ખેલાડી પોતાની વયજૂથમાં લાગુ પડતાં કોઈપણ એક વયજૂથમાં મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. બે કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકાશે નહીં. એક જ KMK ID થી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણાશે અને જો વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કારને પાત્ર રહેશે. નિયમ અનુસાર જે ખેલાડી પાસે જુના KMK ID હોય તેઓએ જૂના ID થી જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. શાળાના અં-9, અં-11, અં-14 અને અં-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી જ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. વયજૂથ પ્રમાણે રમતો
- 9 વર્ષથી નીચે: 30 મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ - 11 વર્ષથી નીચે: 50 મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ- 14 વર્ષથી નીચે- એથ્લેટિક્સ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી .17 વર્ષથી નીચે- એથ્લેટિક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી .ઓપન એજ ગ્રુપ- એથ્લેટિક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી.- 40 વર્ષથી ઉપર: રસ્સાખેંચ- 60 વર્ષથી ઉપર: રસ્સાખેંચ
Comments
Post a Comment