Skip to main content

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

Bhavnagar Liquor Tragedy: ભાવનગરમાં નકલી (ડુપ્લિકેટ) દારૂ પીવાને કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડે ભારે હાહાકાર મચાવ્યો છે. દારૂ પીધા પછી 22 જેટલા લોકોની તબિયત લથડી હતી, જેમાંથી 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 18 લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનામાં આજે સવારે વધુ એક શંકાસ્પદ મોત નોંધાયું છે. ઘોઘા રોડ પર રહેતા અને ભાવનગરમાં પીએમ ઈ-બસ સેવામાં નોકરી કરતા કનકસિંહ ગોહિલ નામના વ્યક્તિનું મોત થતાં પરિવારમાં ભારે રોષ અને શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતકના પરિજનોએ પોતાનો આક્રોશ ઠાલવતા સ્પષ્ટ કહ્યું છે કે, "રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. આ દારૂબંધીના નામે માત્ર ભ્રષ્ટ લોકોના ખિસ્સા ભરાય છે અને ભ્રષ્ટાચાર વધ્યો છે, જેના કારણે કેટલાય નિર્દોષ પરિવારો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે." જોકે, આ ગંભીર મામલે પોલીસે તાત્કાલિક એક્શન લેતાં 4 બુટલેગરોની ધરપકડ કરી લીધી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં, 'રોયલ સ્ટેગ' ન પીવા ચેતવણી

પોલીસની પ્રાથમિક તપાસમાં એક મોટી આશંકા સેવાઈ રહી છે કે આ જીવલેણ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના રૂટ પરથી ભાવનગર પહોંચ્યો છે અથવા તો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાં આ નકલી દારૂ પહોંચ્યો હોઈ શકે છે. આ શંકાને પગલે અમદાવાદ જિલ્લા પોલીસ પૂરેપૂરી એલર્ટ થઈ ગઈ છે.

પોલીસે ખાસ કરીને એક એડવાઈઝરી જાહેર કરી છે કે, કોઈએ પણ "રોયલ સ્ટેગ" (Royal Stag) નામની બ્રાન્ડના વિદેશી દારૂનું બિલકુલ સેવન ન કરવું. આ દારૂ નકલી અને જીવલેણ સાબિત થઈ શકે છે.

800 પોલીસકર્મીઓનું રાતભર કોમ્બિંગ અને 300થી વધુ કેસ

ભાવનગરની ઘટનાના પડઘા પડતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ મોડી રાતથી જ એક્શન મોડમાં આવી ગઈ હતી. 800 જેટલા પોલીસ જવાનોએ આખી રાત જાગીને અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ કર્યું હતું. આખી રાતથી લઈને સવારના 8 વાગ્યા સુધી ચાલેલા આ મેગા ઓપરેશનમાં દારૂના 300 થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં મોડી રાતથી અત્યાર સુધીમાં જ 177 જેટલા નવા કેસ નોંધાયા છે.

જિલ્લામાં આજ સુધી પ્રોહિબિશનના જેટલા પણ કેસ થયા છે, તે તમામ જૂના આરોપીઓની પણ પોલીસે તપાસ કરી છે અને તેઓને કડક ચેતવણી આપી દેવામાં આવી છે.

સરપંચો સાથે મીટિંગ અને 500 ગામડાઓમાં ચેકિંગની તૈયારી

આ મામલાની ગંભીરતા જોતાં પોલીસે અમદાવાદ ગ્રામ્યના તમામ સરપંચો સાથે તાકીદની મીટિંગો શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા સરપંચો અને ગ્રામજનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે:

જો ગામમાં કોઈએ દારૂ પીધો હોય અને તેની તબિયત બગડી હોય, તો તરત જ પોલીસને જાણ કરવી.

જો ગામમાં ક્યાંય પણ વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોય કે કોઈ પણ પ્રકારની બાતમી હોય, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

હવે પોલીસની અલગ-અલગ ટીમો અમદાવાદ જિલ્લાના 500 જેટલા ગામડાઓમાં રૂબરૂ પહોંચીને ઝીણવટભર્યું ચેકિંગ કરશે, જેથી વધુ કોઈ જાનહાનિ અટકાવી શકાય.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...