Skip to main content

ગુજરાતમાં ક્યારે વરસશે સાર્વત્રિક સારો વરસાદ? આગામી 7 દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન

Gujarat Weather:  ચોમાસાની સિઝન ચાલી રહી હોવા છતાં અલનીનોની અસરના કારણે ગુજરાતમાં વરસાદની સારા પ્રમાણમાં ઘટ્ટ વર્તાઇ રહી છે.  રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વરસાદની અછત ચિંતાનો વિષય બની છે કારણ કે આ સિઝનનો સૌથી ઓછો વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડ્યો છે.  હાલની હવામાન સ્થિતિ જોતા આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદનો કોઈ મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી. જેથી આ સમાચાર સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે ચિંતાજનક છે.

હવામાન વિભાગના તાજા અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં સાથે ગાજવીજ પણ થઈ શકે છે. જોકે, ભારે કે અતિભારે વરસાદ માટે જરૂરી મજબૂત હવામાન સિસ્ટમ ગુજરાત તરફ સક્રિય ન હોવાથી ભારે વરસાદના શક્યતા ઓછી છે.

હાલ ઝારખંડ અને આસપાસના વિસ્તારમાં લો પ્રેશર સક્રિય છે અને તેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોડાયેલું છે. આ સિસ્ટમ આગામી સમયમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. સાથે જ મોનસૂન ટ્રફ પણ સક્રિય છે. જોકે, તેની સીધી અસર ગુજરાતમાં ભારે વરસાદના સ્વરૂપે જોવા મળે તેવી શક્યતા હાલ ઓછી છે.

રાજ્યના વરસાદના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદનું વિતરણ અસમાન રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ નોંધાઈ છે. અગાઉના આંકડા મુજબ આ વિસ્તારમાં સિઝન દરમિયાન સામાન્ય કરતાં નોંધપાત્ર ઓછો વરસાદ નોંધાયો હતો.

ઓગસ્ટ મહિનો પણ રાજ્ય માટે ખાસ સારો રહ્યો નથી. રાજ્યમાં ઓગસ્ટ દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. પરિણામે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે. આગામી દિવસોમાં જો સારો વરસાદ ન પડે તો ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જમીનમાં ભેજની અછતની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

બીજી તરફ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી આંશિક રાહત મળી શકે છે. અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.

હાલની સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી આશા સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું ફરી સક્રિય થાય તેના પર છે. જોકે, આગામી દિવસોમાં હવામાનની સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થાય તો વરસાદની આગાહીમાં પણ ફેરફાર થઈ શકે છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...