Skip to main content

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Bhavnagar Hooch Tragedy:  ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં કુલ સત્તાવાર મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. આ કરૂણાંતિકા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને રાજ્યભરમાં મીથેનોલના વિતરણ તથા ઔદ્યોગિક વપરાશ અંગે વ્યાપક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ભાવનગરમાં વધુ એક દર્દીનું નિધન

ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિકભાઈ હરેશભાઈ કિલજી નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. ભાવનગર કલેક્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અગાઉ આ લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત થયા હતા, જે હવે વધીને 9 થયા છે. અત્યાર સુધીમાં આ લઠ્ઠાકાંડના કારણે કુલ 61 જેટલા લોકો અસરગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો...Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

રાજ્યભરમાં મીથેનોલના વિતરકો પર તપાસનો ધમધમાટ

ભાવનગરમાં લઠ્ઠાકાંડ મીથેનોલના કારણે થયો હોવાનું સામે આવ્યા બાદ પોલીસ, નશાબંધી અને આબકારી વિભાગે સતર્કતા વધારી દીધી છે:  મીથેનોલના ઔદ્યોગિક વપરાશ અને વિતરણ અંગે સમગ્ર રાજ્યમાં દરોડા અને તપાસ શરૂ કરાઈ છે. ગુજરાતમાં મીથેનોલના આશરે 1500 જેટલા લાઈસન્સ ધરાવતા વિતરકો છે. આ તમામ વિતરકોના લાઈસન્સ, આવક-જાવકનો જથ્થો અને વર્તમાન સ્ટોકની કડક ચકાસણી કરવામાં આવી રહી છે.  ભવિષ્યમાં આવી કોઈ ઘટના કે લઠ્ઠાકાંડ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સાર્વત્રિક નજર રાખવામાં આવી રહી છે.

મોરબીમાં 24 લાખનો વિદેશી દારૂ જપ્ત

એક તરફ ભાવનગરમાં લઠ્ઠાકાંડની ગંભીર સ્થિતિ છે, ત્યારે બીજી તરફ મોરબીના માળિયા નજીક ભીમસર ચોકડીના પુલ પાસેથી પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. તાલપત્રીની આડમાં છુપાવેલી 16 હજારથી વધુ વિદેશી દારૂ અને બિયરની બોટલો જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા દારૂ-બિયરના જથ્થાની કિંમત આશરે 24 લાખ રૂપિયા છે. ઘટનાસ્થળેથી ટ્રકચાલક ખેતારામ માજીરાણાની ધરપકડ કરવામાં આવી છે.

મહેસાણામાં ડ્રોનની મદદથી દારૂના અડ્ડાઓ પર તવાઈ

ભાવનગરની ઘટના બાદ મહેસાણા પોલીસ પણ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે દારૂના અડ્ડાઓ શોધવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી છે. માત્ર 24 કલાકમાં મહેસાણા પોલીસે ડ્રોનની મદદથી દરોડા પાડીને દારૂના 13 કેસ નોંધ્યા છે, જેનાથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...