દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

મહેસાણા: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન મહેસાણા દૂધસાગર ડેરીની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેરીના ચેરમેન અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ અશોક ચૌધરીએ ડેરીના આદ્યસ્થાપક માનસિંહભાઈ ચૌધરી અને મોતીભાઈ ચૌધરીને વંદન કરીને સાધારણ સભાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે 6.5 લાખ પશુપાલકોનો આભાર માનતા ડેરીના ભાવિ વિકાસના રોડમેપ અને આર્થિક પ્રગતિની મોટી જાહેરાતો કરી હતી.

છેલ્લા 4 વર્ષમાં દેવામાંથી મુક્તિ અને ટર્નઓવરમાં ધરખમ વધારો

આર્થિક સ્થિતિ: છેલ્લા 4 વર્ષમાં ડેરીને દેવામાંથી બહાર લાવવા ભગીરથ પ્રયાસો કરાયા છે. વર્ષ 2025-26માં દૂધસાગર ડેરીનું ટર્નઓવર ₹9,000 કરોડને પાર પહોંચી ગયું છે.

આગામી લક્ષ્યાંક: આગામી 5 વર્ષમાં ડેરીનું ટર્નઓવર ₹20,000 કરોડ સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

મિલકતમાં વધારો: દૂધસાગર ડેરીએ છેલ્લા એક જ વર્ષમાં પોતાની મિલકતમાં ₹800 કરોડનો ધરખમ વધારો કર્યો છે.

આ પણ વાંચો...Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

પશુપાલકો માટે ખુશખબર: કિલો ફેટે મળ્યો રેકોર્ડ ભાવ

ડેરીનો મુખ્ય મંત્ર 'પશુપાલકોને વધુ ભાવ આપવો અને કરકસરભર્યો વહીવટ' રહ્યો છે.

ભાવ વધારાની ગેરેન્ટી: વર્ષ 2021માં પશુપાલકોને કિલો ફેટે ₹757 મળતા હતા, જે વધીને હવે ₹1,003 સુધી પહોંચી ગયા છે. અશોક ચૌધરીએ પશુપાલકોને ભવિષ્યમાં પણ સતત દૂધના ભાવ વધારાની ગેરેન્ટી આપી છે.

મંડળી સમરસ: દૂધસાગર ડેરી તેમજ કર્મચારીઓની 'સહયોગ મંડળી'નું નિયામક મંડળ સમરસ બન્યું છે, જે સંસ્થાના હિત અને એકતાનું પ્રતીક છે.

પ્રોસેસિંગ ક્ષમતા 50 લાખ લીટર કરવાનો સંકલ્પ અને નવા એક્સપાન્સન્સ

દૂધસાગર ડેરીમાં મોટા પાયે વિસ્તાર (Expansions) કરવામાં આવ્યા છે અને અન્ય પ્રદેશોમાં પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે. ડેરીમાં દૂધની પ્રોસેસિંગ ક્ષમતા વધારીને દૈનિક 50 લાખ લીટર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સભાસદોને ડેરીના નવા પ્લાન્ટની મુલાકાત લેવા અપીલ કરાઈ છે.

ઓર્ગેનિક ખેતી, 3 નવા પ્લાન્ટ અને મધ ઉછેરને પ્રોત્સાહન

પર્યાવરણ અને પશુપાલકોની વધારાની આવક માટે ડેરીએ ક્રાંતિકારી નિર્ણયો લીધા છે:

ઓર્ગેનિક પ્લાન્ટ: દૂધસાગર ડેરી 3 નવા ઓર્ગેનિક પ્લાન્ટ શરૂ કરશે. પશુપાલકો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો ડેરી પોતે ખરીદીને બજારમાં વેચશે.

છાણની ખરીદી: પશુપાલકોની આવક વધારવા માટે ડેરી હવે પશુપાલકો પાસેથી છાણની પણ ખરીદી કરશે.

મધમાખી પાલન: દૂધસાગર ડેરી મધ ઉછેર (મધમાખી પાલન)ના વ્યવસાયને પશુપાલકો માટે પૂરક વ્યવસાય તરીકે પ્રોત્સાહન આપશે.

ડેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી 'સાગર મંથન' બેઠકમાં આ તમામ નિર્ણયો પર મહોર મારવામાં આવી હતી, જેનાથી દૂધસાગર ડેરી સાથે જોડાયેલા સાડા છ લાખ પશુપાલકોના જીવનધોરણમાં મોટો સુધારો આવશે.

Comments
Post a Comment