Ahmedabad And Gandhinagar Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરી છે. વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતાં સવારે નોકરીએ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે શહેરમાં સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો, જે સવાર સુધી સતત જારી રહ્યો હતો. પશ્ચિમ અમદાવાદના એસજી હાઈવે, થલતેજ, પકવાન, સોલા, સાયન્સ સિટી, ગોતા, બોપલ, ઘૂમા અને સરખેજ જેવા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. બીજી તરફ પૂર્વ અમદાવાદના ઓઢવ, રામોલ, વસ્ત્રાલ, નિકોલ, નરોડા, નારોલ, બાપુનગર, અમરાઈવાડી, ઠક્કરબાપાનગર, હાથીજણ અને હાટકેશ્વર જેવા તમામ વિસ્તારોમાં પણ ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. સવારના સમયે જ વરસાદ અને વિઝિબિલિટી ઘટવાના કારણે એસજી હાઇવે સહિતના મુખ્ય માર્ગો પર વાહનચાલકોની ઝડપ ધીમી પડી ગઈ હતી. આ સાથે પાટનગર ગાંધીનગરમાં પણ હવામાન પલટાયું છે અને સેક્ટર-3, સેક્ટર-4, સેક્ટર-5, સેક્ટર-6 તથા સેક્ટર-7 સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.

અમદાવાદ શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 24 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, સવારના સમયે રસ્તાઓ પર ભીનાશ અને વિઝિબિલિટી ઓછી હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં પણ હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે.

Comments
Post a Comment