Skip to main content

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડનને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ બોટનિકલ ગાર્ડન પર બુલડોઝર ફેરવવાનો વારો આવ્યો છે. નેચર પ્રોજેક્ટમાં ગેરરીતિ અને કૌભાંડના કોંગ્રેસના આક્ષેપો વચ્ચે હવે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલા સાઇન્સ ડિપાર્ટમેન્ટની આસપાસ બોટનિકલ ગાર્ડન વિકસાવવામાં આવ્યો હતો. અહીં દેશ-વિદેશના પક્ષીઓ તેમજ અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હતી. પરંતુ હવે આ જ બોટનિકલ ગાર્ડનના એક મોટા હિસ્સાને લઈને વિવાદ ઊભો થયો છે.

25 કરોડના ખર્ચે બે કોન્ટ્રાક્ટરોને આર્બોરેટમ અને નક્ષત્ર વન બનાવવાનું ટેન્ડર આપવામાં આવ્યું હતું

ગુજરાત યુનિવર્સિટીમાં લગભગ 25 કરોડ રૂપિયાના ખર્ચે બે કોન્ટ્રાક્ટરોને આર્બોરેટમ અને નક્ષત્ર વન બનાવવાનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિઓનું જતન, કુદરતી વાતાવરણનું નિર્માણ અને પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો હેતુ હતો. અહેવાલ મુજબ વર્ષ 2020થી સમાનના કરોડો રૂપિયાના ખર્ચે એક કંપનીને આર્બોરેટમ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ હવે સવાલ એ છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ આ પ્રોજેક્ટનું શું થયું? આક્ષેપ છે કે એક સમયે અહીં જોવા મળતું નેચરલ વેટલેન્ડ હવે ગાયબ થઈ ગયું છે.

આ પણ વાંચો...Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી સામે ગંભીર આક્ષેપો કર્યા

સાથે જ નક્ષત્ર વનનો પ્રોજેક્ટ પણ હવે અસ્તિત્વમાં ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.સમગ્ર મામલે કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કુદરત અને પર્યાવરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ યોગ્ય આયોજન અને જાળવણીના અભાવે આજે સ્થિતિ એવી છે કે બનાવવામાં આવેલા પ્રોજેક્ટ જ ગાયબ થઈ રહ્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જો કરોડો રૂપિયાના ખર્ચે આર્બોરેટમ, નક્ષત્ર વન અને વેટલેન્ડ તૈયાર કરવામાં આવ્યા હતા તો તેની જાળવણી કેમ ન થઈ? અને હવે બોટનિકલ ગાર્ડન પર બુલડોઝર ફેરવવાની જરૂર કેમ પડી? કોંગ્રેસે સમગ્ર મામલે ખર્ચ થયેલા નાણાં, ટેન્ડર પ્રક્રિયા, કોન્ટ્રાક્ટરોની કામગીરી અને પ્રોજેક્ટની હાલની સ્થિતિ અંગે તપાસની માંગ કરી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...