Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી સમાચારમાં છે. પૂર્વ કુલપતિ પર ભ્રષ્ટાચારના આરોપને અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા તેમની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ પ્રથમ વખત ખૂલીને સામે આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેમણે પોતાની સામે લાગેલા તમામ આરોપો અંગે સ્પષ્ટતા કરી છે. નીરજા ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે,  વ્યક્તિગત સ્વાર્થ માટે તેમને બદનામ કરવાના હેતુથી જ ભ્રામક નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે.

તેણે 40 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અંગે ઉઠેલા સવાલો પર સ્પષ્ટતા કરતા દાવો કર્યો હતો કે પ્રોજેક્ટ મંજૂર ચોક્કસ થયો હતો, પરંતુ તેમાં કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન થયું જ નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે ગત વર્ષે 16 કરોડ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી, જેમાંથી માત્ર 1 કરોડ 90 લાખ રૂપિયાનો જ ખર્ચ થયો હતો અને બાકીની તમામ રકમ ગુજરાત યુનિવર્સિટીને સરેન્ડર કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો... ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત

પોતાની સામે રચાયેલી તપાસ સમિતિ અંગે સવાલો ઉઠાવતા નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કમિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC)ના એવા બે સભ્યો સામેલ છે જેઓ અગાઉ કુલપતિ તરીકે લીધેલા મારા નિર્ણયોથી અસંતુષ્ટ હતા. આ સિવાય પેઈડ રિસર્ચના મુદ્દે તેમણે ઉમેર્યું હતું કે કુલપતિ તરીકે પેઈડ રિસર્ચ કરી શકાય છે અને તે દરેક યુનિવર્સિટીમાં થતી સામાન્ય પ્રક્રિયા છે.

નોંધનિય છે કે, આ ખુલાસા અને તેમના પર લાગેલા આરોપમાં કેટલી સચ્ચાઈ છે તે તો તપાસ બાદ જ સામે આવશે. આ ભ્રષ્ટાચાર અંગે એનએસયૂઆઈ અને એબીવીપી આક્રમક મૂડમાં છે અને યોગ્ય તપાસની માગ કરી રહ્યા છે.

NSUI એ કર્યું હતું વિરોધ પ્રદર્શન

25 ઓગસ્ટના રોજ NSUI એ પ્રદર્શન કહ્યું હતું. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે,  પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ મળેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટના સંચાલન અને પોતાના પદ સંબંધિત નિમણૂકને લઈને ગરબડી કરી છે. પૂર્વ કુલપતિએ પોતાની જ સહીથી પોતાને PMJVK પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કર્યા હોવાનો અને આ પદ માટે દર મહિને રૂ.4.20 લાખનું વળતર મેળવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, PMJVK ગ્રાન્ટના ખાતામાંથી તેમના પુત્ર અક્ષત ગુપ્તાના ખાતામાં રૂ.9.84 લાખ ફોરેક્સ ટ્રાન્સફર કરાયા હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે.

Comments
Post a Comment