Badargarh Gram Panchayat Junk Food Ban: બનાસકાંઠા જિલ્લાના બાદરગઢ ગામમાં મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતે બાળકોના સ્વાસ્થ્યના હિતમાં 1 સપ્ટેમ્બર 2026થી ખાદ્ય પડીકા (જંક ફૂડ પાઉચ) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો છે. આ નિયમનો અનાદર કરનાર ગ્રામજનને 1 હજાર દંડ ફટકારવા સહ વીજળી અને પાણીના કનેક્શન કાપવાની કડક ચીમકી પણ આપવામાં આવી છે.

બનાસકાંઠાના બાદરગઢ ગામમાં નાના બાળકોમાં બહારના અસ્વસ્થ્યકર પડીકા અને જંક ફૂડ ખાવાની ટેવ વધી રહી હોવાથી તેમના આરોગ્ય પર વિપરીત અસર પડી રહી હતી. આ ગંભીર બાબત ધ્યાને આવતાં બાદરગઢના ગ્રામજનો અને પંચાયતના પ્રતિનિધિઓએ એકઠા થઈને બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્યના રક્ષણ માટે મોટો નિર્ણય લીધો હતો. ગામના મહિલા સરપંચે ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા બોલાવીને ખાદ્ય પડીકાના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકતો સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. નિર્ણયનો કડક અમલ થાય તે માટે પંચાયતે કડક જોગવાઈઓ કરી છે; જો કોઈ દુકાનદાર કે ગ્રામજન આ નિયમનો ભંગ કરશે તો તેને 1 હજારનો રોકડ દંડ કરવામાં આવશે. આટલું જ નહીં, વારંવાર ઉલ્લંઘન કરનારના ઘર કે દુકાનના પંચાયત દ્વારા આપવામાં આવતા વીજળી અને પાણીના કનેક્શન કાપી નાખવાની ગંભીર ચેતવણી પણ આપવામાં આવી છે. ગ્રામ પંચાયતે આ તમામ નવા નિયમોની અમલવારી માટે 1 સપ્ટેમ્બર 2026ની તારીખ નક્કી કરી છે, જેથી તમામ દુકાનદારો અને ગ્રામજનો સમયસર સજાગ થઈ શકે.

બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે બાદરગઢ ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવેલા આ બોલ્ડ અને અનુકરણીય નિર્ણયને સમગ્ર પંથક અને સોશિયલ મીડિયા પર ચોમેરથી ભારે આવકાર મળી રહ્યો છે. ગ્રામજનોના આ સામૂહિક પ્રયાસથી અન્ય ગામડાઓને પણ પોતાના વિસ્તારમાં વેચાતા બિનઆરોગ્યપ્રદ ખોરાક પર નિયંત્રણ લાવવાની પ્રેરણા મળશે અને આગામી દિવસોમાં બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રે હકારાત્મક પરિવર્તન જોવા મળશે.

Comments
Post a Comment