BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Tarun Chugh Gujarat BJP Incharge: આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડે આજે સંગઠનાત્મક ફેરબદલ કરતા વિવિધ રાજ્યોના નવા પ્રભારીઓની જાહેરાત કરી છે. આ અંતર્ગત ગુજરાતના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને ઉત્તર પ્રદેશ ભાજપના સહ-પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે તરુણ ચૂગને ગુજરાત ભાજપના નવા પ્રભારી અને સતીષ પુનિયાને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ચૂંટણીલક્ષી રણનીતિને વધુ મજબૂત કરવાના આશયથી આ મહત્વપૂર્ણ નિમણૂકો કરવામાં આવી છે. ગઇકાલે પ્રદેશ ભાજપના નેતાઓની રાષ્ટ્રીય મંત્રી તરીકે જાહેરાત કરાયા બાદ, આજે ફરી એકવાર મોટા સંગઠનાત્મક નિર્ણયો લેવાયા છે. ઉત્તર પ્રદેશ જેવા રાજકીય રીતે અત્યંત મહત્વના રાજ્યમાં ગુજરાતના અનુભવી પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને સહ-પ્રભારી તરીકે કામગીરી સોંપાતા પ્રદેશ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપે પોતાની રાજકીય પકડ વધુ મજબૂત કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓમાં વિજયી વ્યૂહરચના ઘડવા માટે અનુભવી નેતાઓની પસંદગી કરી છે. આ જ શ્રેણીમાં સિનિયર નેતા તરુણ ચૂગને ગુજરાતના પ્રભારી બનાવીને રાજ્યના સંગઠનને નવી દિશા આપવાનો પ્રયાસ કરાયો છે, જ્યારે રાજસ્થાનના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાને પંજાબ ભાજપના પ્રભારી પદે નીમીને તે રાજ્યમાં પક્ષનું સ્થાન વધુ મજબૂત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકો આગામી ચૂંટણીઓમાં પક્ષની કામગીરી અને પરિણામો પર મહત્વપૂર્ણ અસર પાડશે. વિવિધ રાજ્યોમાં અનુભવી રણનીતિકારોને કમાન સોંપવાથી ચૂંટણી પ્રચાર, બૂથ મેનેજમેન્ટ અને સંગઠનાત્મક સમન્વય વધુ ઝડપી અને સુદ્રઢ બનશે. ભાજપ આ નવા પ્રભારીઓની આગેવાની હેઠળ ચૂંટણી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરશે.

Comments
Post a Comment