સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

Surat BJP Clash: સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે સપાટી પર આવી ગયો છે. ઉત્તર સુરતના ભાજપ ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ પક્ષના બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થતાં ચકચાર મચી ગઈ છે. આ હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 5 (ફૂલપાડા-અશ્વિનીકુમાર) માં આવેલી ભટની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા માટે ધારાસભ્ય કાંતિ બલરે ચારેય કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનોની બેઠક બોલાવી હતી. સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરીને નીકળ્યા બાદ અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ સામે આવી હતી. બેઠકમાં કોને બોલાવવામાં આવ્યા અને કોને બાકાત રખાયા તે મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી.

આ પણ વાંચો...નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

આ દરમિયાન, મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત કરવાનો અને સંકલન ન રાખવાનો આરોપ લગાવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આરોપ છે કે ધારાસભ્યની હાજરીમાં જ મહેન્દ્ર દેસાઈ ખુરશી લઈને મારવા દોડ્યા હતા.

બીજી તરફ, મનહર વોરાએ દાવો કર્યો હતો કે કતારગામ અને વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રવાસીઓ તથા પાટીદારોના ઉદ્યોગોને ટાર્ગેટ બનાવીને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જ્યારે કાર્યકર્તાઓની મહેનત યાદ અપાવી રજૂઆત કરવામાં આવી, ત્યારે ટીપી ચેરમેને યોગ્ય પ્રતિસાદ આપ્યો નહોતો. ધારાસભ્ય અને અન્ય કોર્પોરેટરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી સુરત ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મહેન્દ્ર દેસાઈએ જીઆઈડીસીમાંથી 2 લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ

મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાએ મહેન્દ્ર દેસાઈ પર ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો છે કે તેઓ તોડ કરવા માટે જ કોર્પોરેટર બન્યા છે અને નાણાકીય ફાયદો મેળવવા માટે જ જાણી જોઈને ડિમોલિશનની કાર્યવાહી કરાવે છે. જયશ્રીબેને વધુમાં આક્ષેપ કર્યો હતો કે મહેન્દ્ર દેસાઈએ જીઆઈડીસીમાંથી 2 લાખ રૂપિયાનો તોડ કર્યો છે.

સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં થયેલી હિંસક મારામારીના કેસમાં હવે એક નવો અને સનસનીખેજ ટ્વીસ્ટ સામે આવ્યો છે, જેનાથી સુરત ભાજપમાં ભયંકર ભાંજગડની શરૂઆત થઈ ગઈ છે. એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં ભાજપના જ કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે કે આ બબાલ સ્થાનિક લોકોના પ્રશ્નોને લઈને નહીં, પરંતુ ડિમોલિશનમાં રૂપિયાની લેવડદેવડ અને તોડબાજીના મુદ્દે થઈ હતી. સુરત મનપાના ભાજપના કોર્પોરેટરો વચ્ચે જ જાહેરમાં હિંસક બબાલ અને એકબીજા પર આમને-સામને સનસનીખેજ આરોપબાજી શરૂ થઈ જતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Comments
Post a Comment