છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત સરકારે પણ નાગરિકોના આરોગ્યના હિતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓ રોકવા અને અસલી ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત આ નિર્ણય લેનાર ત્રીજું રાજ્ય બન્યું છે.

ABP અસ્મિતા સાથે વાતચીત દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે આ નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓને અટકાવવાનો અને લોકોના આરોગ્યનું રક્ષણ કરવાનો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકોને સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને અસલી ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

સરકારે ચેતવણી આપી છે કે, જે કોઈ વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર આ પ્રતિબંધનો ભંગ કરશે તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ રાજ્યના તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર ધોરણ મુજબનું અને અસલી પનીર જ વેચવા તેમજ તેનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. સરકારનું કહેવું છે કે આ પગલું ડેરી ઉદ્યોગનું રક્ષણ કરવા અને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

રાજકોટ આરોગ્ય વિભાગની સ્પષ્ટતા

આ દરમિયાન રાજકોટ આરોગ્ય વિભાગે પણ એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, સંબંધિત કારખાનામાં ઇન્ડસ્ટ્રીયલ એસિટિક એસિડનો ઉપયોગ થતો હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ થતાં સીલ ખોલી દેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારી જયેશ વકાણીએ જણાવ્યું કે સરકાર તરફથી સત્તાવાર નોટિફિકેશન જાહેર થતાં જ નિયમ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

Comments
Post a Comment