અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Ahmedabad News: અમદાવાદના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કરતી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીંના એક પેઇંગ ગેસ્ટ (PG)માં રહીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર ફ્લેટના જ સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતા રોજ રાત્રે જમીને ફ્લેટના ધાબા પર ચાલવા જતી હતી. ગઈકાલે (8 ઓગસ્ટ) રાત્રે પણ તે ધાબા પર ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો ધર્મસિંહ રામશંકરસિંહ પણ તેની પાછળ ધાબા પર પહોંચ્યો હતો. આરોપી પહેલેથી જ ધાબા પર યુવતીની રાહ જોતો હોવાનું પણ કહેવાય છે.

આ પણ વાંચો...Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

શરૂઆતમાં ધર્મસિંહે યુવતી સાથે વાતચીત કરી શારીરિક સંબંધ બાંધવાની બીભત્સ માંગણી કરી હતી. યુવતીએ તેનો સખત ઇનકાર કરી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુવતી ધાબા પરથી નીચે ઉતરવા લાગી, ત્યારે આરોપીએ અચાનક પાછળથી હુમલો કરી દીધો. તેણે યુવતીના ગળે વાયર બાંધીને તેને નીચે પછાડી દીધી. ત્યારબાદ ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી, યુવતીનું મોઢું દબાવીને એક કલાક સુધી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

દુષ્કર્મ આચર્યા બાદ આરોપી સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં બેસીને નીચે ભાગી ગયો હતો, જે સમગ્ર ઘટના બિલ્ડિંગના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. યુવતીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. હાલમાં પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પોલીસ કમિશનરના આદેશથી રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવાયું હોવા છતાં, PG ના ધાબા પર બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. સ્થાનિક પોલીસ, LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) અને ક્રાઈમ બ્રાન્ચની 10 થી વધુ ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવી, બાતમી અને CCTV ફૂટેજના આધારે વહેલી સવારે જ આરોપી ધર્મસિંહની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ધર્મસિંહ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો વતની છે. ચોંકાવનારી વાત એ છે કે તે માત્ર છ-સાત દિવસ પહેલાં જ આ ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યો હતો. આનંદનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી, કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Post a Comment