Gujarat hooch tragedy: ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે મીડિયાના અહેવાલોના આધારે સુઓમોટો લઇને કડલ વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં આયોગે લઠ્ઠાકાંડને લઇને રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નોટિસ ફટકારી અહેવાલ માંગ્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર  બુટલેગરોએ દારૂમાં માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક એવા મિથેનોલ કેમિકલની ઊંચી માત્રા ભેળવી હતી. આ ઝેરી પ્રવાહીને  અસલી સાબિત કરવા માટે વિદેશી દારૂની બ્રાન્ડની ખાલી બોટલમાં રી-પેક કરીને બજારમાં વેચવામાં આવી રહ્યો હતો. આ નકલી દારુએ 13 લોકોના જીવ લીધા છે. ત્યારે રાષ્ટીય માનવ અધિકારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નોટિસ ફટકારી છે.  આયોગે આગામી બે અઠવાડિયાની અંદર આ સમગ્ર કાંડ, જવાબદારો સામે લેવાયેલા પગલા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવાનો પ્લાન અંગેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.

શું  છે સમગ્ર ઘટના ?

સમગ્ર ઘટનાની વાત કરીએ તો   વિગતવાર માહિતી અનુસાર, ભાવનગર શહેરના ઘોઘા સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે નકલી કેફી પીણાનું સેવન કરવાથી લોકોની એકા એક  તબિયત  બગડવા લાગી હતી. ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફોર્મ્યુલા આપનારા સ્થાનિક તબીબનું પણ આ ઝેરી પીણાના સેવનથી મોત નીપજ્યું છે, જ્યારે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાંથી શિક્ષક હિતેશ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત, ઘોઘા સર્કલ વિસ્તારના અવિનાશ ડાંગર નામના યુવકે પણ રાત્રિના સમયે આ દારૂનું સેવન કર્યું હોવાથી તેની તબિયત અત્યંત નાજુક બની હતી, જેને ત્વરિત ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ રીતે આ નકલી દારૂના એટલે કે  ઝેરી પ્રવાહી પીનાર 13 લોકોના આ ઘટનામાં મોત થયા હતા. આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે,   પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અતિ ઝેરી રસાયણો ભેળવીને બનાવવામાં આવેલા આ ડુપ્લીકેટ દારૂના કારણે લોકોના વિઝન અને આંતરડા પર ગંભીર અસર થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારે વરસશે સાર્વત્રિક સારો વરસાદ? આગામી 7 દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન

લઠ્ઠાકાંડ મુદ્દે ભાવનગર પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહીના સંકેત  મળી રહ્યાં છે. આઈજી ગગનદીપ ગંભીર સતત ચોથા દિવસે DSP કચેરી પહોંચ્યા હતા. સતત ત્રણ દિવસ પોલીસ અધિકારીના નિવેદન નોંધ્યા બાદ આજે ફરી બેઠક થશે
હવે ગમે તે સમયે બેદરકારી અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી થઇ શકે છે.

ભાવનગરમાં ફરી એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

લઠ્ઠાકાંડ વચ્ચે ભાવનગરમાં ફરી એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તળાજા તાલુકાના વેણકા વિસ્તારમાંથી વિદેશી દારૂની 348 બોટલ જપ્ત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં દકાના ગામના પુનાભાઈ મકવાણાએ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે પોલીસે દારૂનો જથ્થો કબજે કરી ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.

Comments
Post a Comment