
https://ift.tt/hM7r3fj
સાબરકાંઠા જિલ્લા પંચાયતની વેબસાઇટ પર છેલ્લા ચાર મહિનાથી નવા ડીડીઓનું નામ અપડેટ કરાયું નથી. જૂના ડીડીઓ હર્ષદ વોરાની બદલી બોટાદ કલેક્ટર તરીકે 13 મે 2026ના રોજ થઇ હતી તેમની જગ્યાએ નવા ડીડીઓ તરીકે એચ. પી. પટેલે ચાર્જ સંભાળ્યો હતો. નવા ડીડીઓને આવ્યે 4 મહિના જેટલો સમય થઇ ગયો છે પરંતુ સાબરકાંઠા જિલ્લા પંચાયતની વેબસાઇટ https://sabarkanthad p.gujarat.gov.in ઉપર હજુ સુધી તેમના વિશે કોઇ પ્રકારની માહિતી અપડેટ કરવામાં આવી નથી. સાથે સાથે પ્રમુખ તરીકે પણ જૂના પ્રમુખ ભારતીબેન પટેલનું જ નામ વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે ડીડીઓની નિમણૂંક થાય ત્યારે તત્કાલ વેબસાઇટ પર તેમનું નામ, ફોટો અને સંપર્ક વિગતો અપડેટ કરવી એ ન્યૂનતમ વહીવટી પ્રક્રિયા છે. જોકે, નવા અધિકારીએ હોદ્દો સંભાળ્યાને ચાર મહિના જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં વેબસાઇટના ડેશબોર્ડ પર હજુ પણ જૂના જ અધિકારીનું નામ શોભી રહ્યું છે. આ પરિસ્થિતિના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં અરજદારો અને નાગરિકો ભારે મૂંઝવણમાં મૂકાય છે. વેબસાઇટના આધારે પહોંચતા લોકો જૂના અધિકારીના નામ જોઈને અસમંજસમાં મૂકાઈ જાય છે. ઘણી વાર તો અરજદારો દ્વારા ખોટા અધિકારીના નામે સંબોધીને પત્રો પણ લખવામાં આવે છે. જેના કારણે કામગીરીમાં બિનજરૂરી વિલંબ થાય છે.
Comments
Post a Comment