ભારતીય હવામાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્ર દ્વારા રાત્રે 10 વાગ્યે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.

અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારેથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

IMDએ આગાહી કરી છે કે ભારે વરસાદ દરમિયાન અનેક વિસ્તારોમાં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા પણ હોવાથી ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે અથવા જોખમી સ્થળોએ ન જવા માટે નાગરિકોને સલાહ આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ

હવામાન વિભાગ મુજબ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં આગામી ત્રણ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની પણ સંભાવના છે.

નાગરિકોને સાવચેત રહેવા અપીલ

ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને વીજળી પડતી વખતે સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે. સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

અમદાવાદમાં સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી તરફ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેરના એસજી હાઈવે,ઈસ્કોન, આંબલી, બોપલ, શેલા ,પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

Comments
Post a Comment