Gujarat Weather: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં સક્રિય થયું છે. રાજ્ય પર એક સાથે 6 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 73.86% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત ઝોન 100% થી વધુ વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે છે.

6 સિસ્ટમ સક્રિય: ચાર જિલ્લા અને સંઘપ્રદેશમાં યલો એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય એક ટ્રફ એમ કુલ 6 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સમુદ્રમાં કરંટ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને તંત્રે 16 અને 17 ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોમાં વાવણી બાદ યોગ્ય વરસાદ થયો નથી. જેથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે જો વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળ જઈ શકે છે.

આ પણ વાંચો...ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

રાજ્યમાં ઝોન વાઇઝ વરસાદની સ્થિતિ

રાજ્યમાં અત્યાર સુધીના ઝોન વાઇઝ વરસાદના આંકડા નીચે મુજબ છે:

ઝોન

નોંધાયેલો કુલ વરસાદ (ઇંચ)

દક્ષિણ ગુજરાત

61.12 ઇંચ (100.67%)

પૂર્વ-મધ્ય ગુજરાત

23.73 ઇંચ

સૌરાષ્ટ્ર

16.64 ઇંચ

ઉત્તર ગુજરાત

16.09 ઇંચ

કચ્છ

5.73 ઇંચ

રાજકોટ અને અરવલ્લીમાં વરસાદી માહોલ

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારેથી લઈને હળવા વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા છે:

જેતપુર: જેતપુર શહેરના તીનબત્તી ચોક, ફૂલવાડી, એમજી રોડ, મતવાશેરી, સ્ટેન્ડ ચોક અને જૂનાગઢ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

ધોરાજી: ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગેલેક્સી રોડ, સરદાર ચોક, સ્ટેશન રોડ, અવેડા ચોક અને ત્રણ દરવાજા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લો: અરવલ્લીના મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. મોટી ઈસરોલ, ઉમેદપુર અને જીવણપુર ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.

Comments
Post a Comment