Skip to main content

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા આગળ વધતા 10 ઓગસ્ટની રાતથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. 11થી 14 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ 10 ઓગસ્ટની રાતથી રાજ્યમાં મેઘમહેરની શરૂઆત થઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા આગળ વધતા તેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 અને 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા છે.

ક્યાં જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ પડશે?

આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં અરવલ્લી, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, વડોદરા, આણંદ, પાટણ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. અહીં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

11થી 14 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા

ટૂંકમાં કહીએ તો 11થી 14 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજ્યન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે  વરસાદ પણ પડી શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કેવી રહેશે સ્થિતિ?

બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સિસ્ટમની અસર પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતા છે. અહીં વાતાવરણમાં પલટો આવી શકે છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના એકાદ વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે. પરંતુ હાલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યાપક મધ્યમ કે ભારે વરસાદની શક્યતા નહિવત છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...