Gujarat Weather :  રાજ્યમાં અલનીનોની અસરના કારણે આ વર્ષે સિઝનમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જો કે ગુજરાત રિજ્યનમાં તેમ છતાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને પૂર્વ ગુજરાતમાં હળવો અને કેટલીક જગ્યા મધ્યમ વરસાદ નોંધાયો છે. જાણીએ આગામી દિવસોમાં રાજ્યમાં કેવું હવામાન રહેશે.

હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશના વિસ્તારો પર ખૂબ ગાઢ વાદળો છે. અહીં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં પણ અહીં સારો વરસાદ પડશે, ગુજરાતની વાત કરીએ તો હજુ  ગુજરાત રિજ્યનમાં હળવો વરસાદ થતો રહેશે પરંતુ કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા ઓછી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.  ટૂંકમાં એવી કોઇ પ્રબળ સિસ્ટમ હાલ નથી જેના કારણે ગુજરાતમાં ધોધમાર  વરસાદ વરસશે, હાલ સ્થિતિને જોતા 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં  ભારે વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 25 બાદ એક સિસ્ટમ સર્જાઇ શકે છે અને તેનાથી ગુજરાતમાં ફરી સારો વરસાદ વરસશે તેવી આશા સેવાઇ રહી છે.

ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ. વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ખેડામાં વરસાદ વરસી શકે શકે છે. તેવી જ રીતે હળવા વરસાદી ઝાપટાં, વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા, પાટણ,  ગાંધીનગર,અમદાવાદમાં પણ પડી શકે છે. આ સાથે ગીર સોમાથ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર,અમરેલી, જૂનાગઢમાં દિવસ અને રાત દરમિયાન છૂટછવાયો હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ  આગામી એક સપ્તાહ દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસવાની આગાહી છે.  મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુર તેમજ નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત, સંઘપ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડિપ્રેશન સક્રિય છે. સાથે જ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નહિ પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે  વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.

Comments
Post a Comment