Rain Forecast: આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન સંલગ્ન ગુજરાત, મધ્ય-પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ મુદ્દે એક મહત્વની આગાહી કરી છે.

ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર મહત્વની આગાહી સામે આવી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં

આગામી 24 કલાક દરમિયાન મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ કોઈ-કોઈ સ્થળે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

13થી 15 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 13થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. જેના કારણે નર્મદા નદી સાથે સંકળાયેલા ગુજરાતના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે એક સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દિવસ દરમિયાન પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આ વચ્ચે જ હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી વરસાદને લઈ નાઉકાસ્ટ જાહેર  કર્યું છે. હવામાન વિભાગે જાહેર  કરેલા નાઉકાસ્ટ મુજબ સવારે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લા અને બે સંઘપ્રદેશમાં મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર  કર્યું છે. તો 21 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર  કરાયું છે. ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લામાં નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને બે સંઘ પ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીનો સમાવેશ કરાયો છે. જ્યાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યુ  છે.  તો યલો એલર્ટ વાળા જિલ્લામાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે.  જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Comments
Post a Comment