Skip to main content

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 9થી 11 ઓગસ્ટ દરમિયાન ખાસ કરીને ગુજરાત રિજ્યનમાં સારો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.

9 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ

9 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા પડી શકે છે.

10 ઓગસ્ટે ગુજરાત રિજ્યનમાં યલો એલર્ટ

10 ઓગસ્ટે ગુજરાત રિજ્યન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે.

આ જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે

અરવલ્લી, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, વડોદરા, આણંદ, દમણ, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, છોટાઉદેપુર અને પાટણમાં વરસાદની શક્યતા છે.

આ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?

અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ

આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર

બંગાળની ખાડીમાં હળવું લો પ્રેશર એરિયા બન્યું છે. જોકે, આ સિસ્ટમ સીધી ગુજરાત તરફ આવે તેવી શક્યતા ઓછી છે. આ સિસ્ટમની અસરથી ઉત્તર ભારતમાં વધુ વરસાદ થઈ શકે છે. બીજી તરફ, 9થી 11 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજ્યનમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

9 જિલ્લામાં વરસાદની ઘટ ચિંતાજનક

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં 30 ટકાથી વધુ વરસાદની ઘટ નોંધાઈ હોવાનું જણાવાયું છે.

રાજ્યમાં સિઝનનો કેટલો વરસાદ?

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ આશરે 70 ટકા વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં થનારા વરસાદથી વરસાદની ઘટ ધરાવતા જિલ્લાઓને રાહત મળવાની આશા છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...