Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા

Rajkot News: રાજકોટના આજીડેમના કાંઠેથી મળી આવેલા એક મહિલાના મૃતદેહના કેસમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક ભિક્ષુક વૃદ્ધાનું અપહરણ કર્યા બાદ આરોપી રમેશ વૈધુકિયાએ તેમને ધોકા વડે ઢોર માર મારી અર્ધબેભાન કરી નાખી હતી. ત્યારબાદ આ અર્ધબેભાન વૃદ્ધા પર દુષ્કર્મ આચરીને તેમની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ ઘટનાસ્થળેથી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

દુષ્કર્મ ગુજારીને તેની નિર્મમ હત્યા પણ કરી હોવાનો ખુલાસો

આ અંગે પોલીસે આ દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આરોપી રમેશ વૈધુકિયાની ધરપકડ કરી છે. જે બાદ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આરોપીનો ખરાબ  ભૂતકાળ સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે રમેશ અગાઉ પણ ત્રણ હત્યા કરી ચૂક્યો છે. એટલું જ નહીં, તેણે ભૂતકાળમાં એક ત્રણ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી, તેના પર દુષ્કર્મ ગુજારીને તેની નિર્મમ હત્યા પણ કરી હોવાનો ખુલાસો થયો છે.  રાજકોટમાં બનેલી આ હત્યા અને દુષ્કર્મની ઘટનાથી અરેરાટી મચી જવા પામી છે.

આ પણ વાંચો...Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે

આ ઘટના અંગે  સામે આવેલી વિગતો અનુસારપ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર તબીબે વૃદ્ધાના મોત બાબતે શંકા વ્યક્ત કરતા પોલીસે મૃતક ગુમ થયા તે જગ્યાએથી લઈને મૃતદેહ મળ્યો તે જગ્યાનો રૂટ વેરીફાય કરી ટેક્નિકલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી તપાસ શરૂ કરી હતી. જે બાદ આ તપાસમાં વૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડી એક શખસ લઇ જતો હોવાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા, જેથી પોલીસે રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી હતી.

વૃદ્ધાને શરીર પર ધોકા વડે માર મારી અર્ધબેભાન કરી દીધા

પોલીસ તપાસમાં રિક્ષાચાલક મળી આવતા પોલીસે તેની આકરી પૂછપરછ કરતા પોતાનું નામ રમેશ વૈધુકિયા જણાવ્યું હતું. આ ઉપરાંત તેણે કબલ્યું હતું કે, વૃદ્ધાને મંદિર પાસેથી ઘરે પહોચાડવાનું કહી રિક્ષામાં બેસાડી અલગ-અલગ જગ્યાએ રિક્ષા ઉભી રાખી તેઓને શરીર પર ધોકા વડે માર મારી અર્ધબેભાન હાલતમાં રાજકોટ-ભાવનગર હાઈવે પર મોગલ માતાજીના મંદિર પાસે આજીડેમના કિનારે લઈ જઈ રિક્ષામાં બળજબરી શારીરિક સંબંધ બાંધી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પૂરાવાનો નાશ કરવા અને લાશને ઠેકાણે પાડવા નદી કિનારે લાશને ફેંકી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Comments
Post a Comment