Skip to main content

Sabarkantha: સાબરકાંઠામાં સગીરાને છેડતી બાદ જૂથ અથડામણ, પથ્થરમારામાં એકને ઇજા, પોલીસ કાફલો તૈનાત

Sabarkantha Group Clash: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામમાં સગીરાની છેડતી બાબતે બે જૂથો વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક જૂથે બીજા જૂથ પર ભારે પથ્થરમારો કરતા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગાંભોઈ પોલીસે ત્વરિત સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

બનાવની વિગતવાર માહિતી મુજબ, ગાંભોઈ વિસ્તારમાં એક સગીરાની છેડતી કરવામાં આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. આ બાબતે સ્થાનિક બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સે ભરાયેલા ટોળાં દ્વારા એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે અરાજકતા વચ્ચે હિંસક પથ્થરમારામાં એક શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંભોઈ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ સ્ટેશનનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ કડક વલણ અપનાવીને પથ્થરમારો કરતા ટોળાને વિખેરી નાખ્યા હતા અને ટૂંક સમયમાં જ સમગ્ર મામલાને નિયંત્રણમાં લઈ વિસ્તારમાં શાંતિ સ્થાપી હતી.

હાલ ગાંભોઈ ગામમાં શાંતિપૂર્ણ માહોલ પુનઃ સ્થાપિત થયો છે, પરંતુ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ગાંભોઈ પોલીસે પથ્થરમારો કરનારા અને કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તેમની ઓળખ કરીને ઝડપી પાડવા માટે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...